તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂની હેરાફેરી:પારડી હાઈવે પર ગર્વન્મેન્ટ ઓફ ગુજરાત લખેલી 2 કારમાંથી દારૂનો જથ્થો ઝડપાયો

વલસાડએક મહિનો પહેલા
  • કારના દરવાજામાં છુપાવાયો હતો દારૂનો જથ્થો

પારડી પોલીસે બાતમીના આધારે પારડી હાઇવે ઉપર ખડકી ગામ પાસે ગર્વેન્મેન્ટ ઓફ ગુજરાત લખેલી ટેક્ષી પસિંગની 2 કારમાં બનાવેલા ચોર ખાનામાંથી 140 બોટલ દારૂનો જથ્થો જેની કિંમત રૂ.1.09 લાખનો દારૂના જથ્થા સાથે 2 કારના ચાલકોની ધડપકડ કરી આગળની તાપસ હાથ ધરી છે.

પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમ્યાન મળેલ બાતમીના આધારે ગુરુવારે ખડકી ને.હા.ન. 48 પર વાપીથી સુરત તરફ જતા ટ્રેક પર ગુજરાત સરકાર કોરોના ફરજ પર ની ટેક્સી પાસિંગની બે કારના દરવાજામાં છુપાવેલ દારૂની બોટલો સાથે 2 આરોપી ઝડપાયા હતા. જેમાં કાર ન. GJ-05-BZ-4288 નો ચાલાક મિલન દલપત પટેલ રહે. સુરત ભેસ્તાન જે કાર માં કુલ દારૂ ની બોટલ નંગ 76 જેની કી.રૂ. 63 હજાર અને અન્ય બીજી કાર ન. GJ-05-BZ-9739નો ચાલક નૈષદ મણિલાલ પટેલ રહે સુરતની કારમાં કુલ દારૂની બોટલ નંગ 64 જેની કી.રૂ. 46,900 મળી કુલ દારૂની 140 બોટલ મળી રૂ. 1.09નો દારૂનો જથ્થો અને 2 કારની કી.રૂ.6 લાખ મળી કુલ 7.10 લાખથી વધુ નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો.

પારડી પોલીસ મથકના PSI બી.એન. ગોહિલના માર્ગદર્શન હેઠળ ડી સ્ટાફના વિવેક ગઢવી, દશરથ ભરવાડ, બિપિન ઠાકોરની ટીમે બંને આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...