• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • A Quantity Of Liquor Hidden Near The Lake In Charwada Of Valsad Was Seized, Two Absconding, Totaling Rs. Muddamal Zabbe Of 27 Thousand

દારૂના વેપલા પર દરોડા:વલસાડના છરવાડામાં તળાવની બાજુમાં સંતાડાયેલો દારૂનો જથ્થો ઝડપાયો, બે ફરાર, કુલ રૂ. 27 હજારનો મુદ્દામાલ ઝબ્બે

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડુંગરી પોલીસે 336 દારૂની બોટલનો જથ્થો કબજે કર્યો, 2 અજાણ્યા ઈસમો વોન્ટેડ

વલસાડ તાલુકાની ડુંગરી પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે પોલીસને છરવાડા ગામના ઝીંગાના તળાવના ખાડામાંથી 336 બોટલ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ડુંગરી પોલીસે કુલ 27 હજારનો દારૂનો જથ્થો કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ તાલુકાની ડુંગરી પોલીસની ટીમ પોલીસ મથક હદ વિસ્તારમાં પ્રોહીબિશન ડ્રાઇવ અંતર્ગત પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન ગામના ઝીંગા તળાવના ખાડામાં 2 ઈસમો અંધારામાં કંઈક ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા હોવાની શંકા જતા ચેક કરવા જતાં 2 ઈસમો અંધારાનો લાભ લઇ ભાગી છૂટ્યા હતા. ડુંગરી પોલીસે ઘટના સ્થળે ચેક કરતાં કુલ 336 બોટલ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા ઈસમો મળી ન આવતા ડુંગરી પોલીસે અજાણ્યા ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. ડુંગરી પોલીસે અજાણ્યા ઈસમ સામે પોલીસ મથકે FIR નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...