વિદેશી દારૂની હેરાફેરી:વલસાડ હાઇવે ઉપરથી કારમાંથી અને ઠક્કરવાડા પાસે એક મોપેડમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વલસાડ રૂલર પોલીસની ટીમ, ઉતરાયણ ના પર્વને લઈ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન મળેલી બાતમીના આધારે એક કાર નંબર GJ 06 MD 1007 માં વિદેશી દારૂનો જથ્થો ભરી કારનો ચાલક સુરત તરફ જઈ રહ્યો હોવાની બાતમી મળી હતી. મળેલી બાતમી ના આધારે વલસાડ રૂલર પોલીસની ટીમ વલસાડ હાઇવે ઉપર મુરલીધર હોટલ સામે બાતમી વાળી કારની વોચ ગોઠવી ઉભી હતી. જે દરમિયાન, બાતમી વાળી કાર આવતા કારને અટકાવી ચેક કરતા કારમાંથી 280 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. વલસાડ રૂલર પોલીસે કારચાલક દર્શન વાઘેલાની અટકાયત કરી રૂલર પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ સાથે વલસાડ તાલુકાના ઠક્કરવાડા પાસેથી એક મોપેડ માં બનાવેલા ચોર ખાનામાંથી 210 બોટલ વિદેશી દારૂનો જથ્થો રૂલર પોલીસે ઝડપી પાડ્યો હતો. વલસાડ રૂલર પોલીસની ટીમ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન એક મોપેડ નંબર GJ 21 AB 4101 ને અટકાવવા જતા મોપેડ ચાલકે દારૂના જથ્થા સાથે પકડાઈ જવાની બીકે ઠક્કરવાડા ગામ તરફ પોતાની મોપેડ હંકારી મૂકી હતી. વલસાડ રૂલર પોલીસની ટીમે પીછો કરતા ઠક્કરવાડા ખાતે પોતાની મોપેડ મૂકી મોપેડ ચાલક નજીક આવેલી જંગલ જાડીમાં ભાગી છુટ્યો હતો. વલસાડ રૂલર પોલીસની ટીમે મોપેડ માં ચેક કરતાં મોપેડ ના આગળના ભાગે તથા ડીક્કીમાં, તથા અન્ય જગ્યાએ બનાવેલા ચોર ખાનામાંથી કુલ 210 બોટલ વિદેશી દારૂનો જથ્થો રૂલર પોલીસે ઝડપી પાડ્યો હતો. રૂલર પોલીસની ટીમે મોપેડ ચાલકને વોન્ટેડ જાહેર કરી વલસા રૂલર પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...