તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:અટારમાં ખણકીની ઝાડીમાંથી દારૂનો જથ્થો ઝડપાયો, 3 વોન્ટેડ

વલસાડ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • LCB ઉભારહોની બૂમ મારતી રહીને ખેપિયા છૂ થયા

વલસાડ LCBની ટીમને મળેલી બાતમીના આધારે અટાર નજીક આવેલા ખાણકીમાં આવેલી જંગલ ઝાડીઓમાં સમુદ્ર માર્ગે લવાયેલો દારૂનો જથ્થો સંતાળી રહ્યો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે LCBની ટીમે રેડ કરતા અટાર નજીક આવેલા ખાણકીની બાજુમાં જંગલ ઝાડીઓમાં સર્ચ કર્યું હતું. જેમાં પોલીસને આવતા જોઈને ઝાડીઓમાં સંતાયેલા 3 ઈસમો ભાગી છૂટ્યા હતા.

બેટરીના પ્રકાશમાં આરોપીઓને પોલીસની ટીમે ઓળખી લીધા હતા. LCB જવાનો આરોપીઓને નામ લઈને ઉભા રહોની બુમ મારતી રહી હતી. જ્યારે 3 આરોપીઓ સુરેશ ઉર્ફે સૂર્યો કનુભાઈ નાયકા, લાલુ અશોકભાઈ નાયકા અને ગણેશ રમેશભાઈ નાયકાને વોન્ટેડ જાહેર કર્યા હતા. LCBની ટીમે ઝાડીઓમાંથી 516 બોટલ દારૂનો જથ્થો જેની કિંમત રૂ. 56 હજારનો મુદ્દામાલ કબ્જે કરી રૂરલ પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો