વલસાડ જીઆરપી પોલીસ હદમાં નવસારી રેલવે સ્ટેશન પર લોકશક્તિ ટ્રેનમાં ઉંઘી રહેલી મહિલાના ગળામાં રોકડ રૂ.35 હજાર અને મોબાઇલ ભરેલું પર્સ છીનવીને પાકિટ માર ભાગી છુટ્યો હતો. મુંબઇ નજીક થાણા શિવાજીનગર,જેમ હાઉસમાં રહેતી અવની ચેતન રાવલ નામની મહિલા પરિવાર સાથે અમદાવાદથી લોકશક્તિ ટ્રેનમાં એસ-7 કોચમાં બેસી મુંબઇ આવી રહી હતી તેને તેનું પર્સ ગળામાં લટકાવી દીધાં બાદ સૂઇ ગઇ હતી.
દરમિયાન ટ્રેન નવસારી આવતા પાકિટમાર ચોર ઇસમે ઉંઘનો ગેરલાભ ઉઠાવી મહિલાના ગળામાંથી પર્સ છીનવીને ભાગી ગયો હતો,જેનો પીછો કરતા ચાલૂ ટ્રેનમાથી પ્લેટફોર્મ પર ઉતરીને ભાગી છુટ્યો હતો.આ પર્સમાં રૂ.35 હજાર રોકડા અને રૂ.18 હજારનો મોબાઇલ હતો.મહિલાએ વલસાડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.