વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના વલવાળા હાઇવે ઉપર મુંબઇ સુરત રોડ ઉપર ઓવરટેક કરવાની લાયમાં અજાણ્યા વાહન ચાલકે અજાણ્યા રાહદારીને અડફેટે લઈ હિટ એન્ડ રન કરી અજાણ્યો વાહન ચાલક ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ સ્થાનિક લોકો અને રાહદારીઓને થતા રાહદારીઓ હિટ એન્ડ રનની ઘટનામાં ઇજાગ્રસ્તો રાહદારીની મદદે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ ઘટનાની જાણ 108 અને ભિલાડ પીલીસને કરી હતી. ભિલાડ પોલીસે અજાણ્યા ઇસમની લાશનો કબ્જો મેળવી અજાણ્યા યુવકની લાશની ઓળખ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના વલવાળા બ્રિજ પાસે મુંબઇ સુરત ટ્રેક ઉપર ઓવરટેક કરવાની લાયમાં અજાણ્યા વાહન ચાલકે રસ્તો ક્રોસ કરી રહેલા અજાણ્યા 35થી 40 વર્ષના ઇસમને અડફેટે લઈ અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક હિટ એન્ડ રનની ઘટના સર્જી પોતાનું વાહન લઈને ફરાર થઇ ગયો હતો. હિટ એન્ડ રનની ઘટનાની જાણ સ્થાનિક લોકો અને રાહદારીઓને થતા તાત્કાલિક અકસ્માતમાં ઇજાગ્રસ્ત રાહદારીની મદદે દોડી આવ્યા હતા. કેટલાક વાહન ચાલકોએ હિટ એન્ડ રનની ઘટના સર્જી ભાગી રહેલા અજાણ્યા વાહનનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હાઇવે ઉપર અજાણ્યો વાહન ચાલક વાહન સાથે હાથ લાગ્યો ન હતો. સ્થાનિક લોકો અને રાહદારીઓએ બનાવ અંગે 108 અને ભીલાડ પોલીસને ઘટનાની જાણ કરી હતી. ભિલાડ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હિટ એન્ડ રનની ઘટનામાં મૃત્યુ પામેલા 35થી 40 વર્ષના અજાણ્યા ઇસમની લાશનો કબ્જો લઈ અજાણ્યા રાહદારીને પરિવારની શોધખોળ હાથ ધરી છે.
અકસ્માતમાં મૃત્યુ પામેલા રાહદારીનું ફોટો આજુબાજુના ગામના અગ્રણીઓને મોકલી લાશની ઓળખ કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે. હિટ એન્ડ રન કરી ભાગી ગયેલા અજાણ્યા વાહનનો નંબર અને વાહન કયું હતું તે જાણવા માટે ઘટના સ્થળની આજુબાજુના સરકારી તેમજ ખાનગી CCTV ફૂટેજ ચેક કરી આગળની તપાસ હાથ ધરી છે. અજાણ્યા વાહન ચાલક વિરુઘ સ્થાનિક કેરીના વેપારીની ફરિયાદ લઈને આગળની તપાસ હાથ ધરી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.