છેડતી:વલસાડ રેલવે સ્ટેશન પર છાકટા બનેલા એક મુસાફરે મહિલાની છેડતી કરી, મહિલા કોન્સ્ટેબલ આવતા આરોપી ભાગી છૂટ્યો

વલસાડ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલાએ હિંમત બતાવી છેડતી કરનારનો વીડિયો બનાવી લીધો

વલસાડ રેલવે સ્ટેશન ખાતે એક મહિલા યાત્રીએ તેના માતા પિતાને મુકવા રેલવે સ્ટેશન ખાતે ગઈ હતી. અન્ય પ્લેટફોર્મ ઉપર મુંબઈ તરફથી આવેલી એક ટ્રેનમાંથી દારૂના નશામાં છાકટા બનેલા યુવકે મહિલાની છેડતી કરી હતી. મહિલાનું ધ્યાન જતા નિર્ભય બનેલી મહિલાએ પોતાના મોબાઈલથી વીડિયો બનાવી સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો. સાથે મહિલાએ યુવકનો પ્રતિકાર કરતા રેલવે સ્ટેશન ઉપર ફરજ બજાવતા RPFની મહિલા જવાનનું ધ્યાન જતા તાત્કાલિક મહિલા જવાન મહિલાની મદદે દોડી આવી હતી. મહિલા કોસ્ટબલ યુવકને પકડવા દોડી ત્યારે યુવક ટ્રેનનો કોચ બદલી ભાગી છૂટ્યો હતો.

વલસાડ ખાતે રહેતી એક પરિણીતાને મળવા તેના માતા પિતા આવ્યા હતા. પરિણીતા તેના માતા પિતાને મુકવા રેલવે સ્ટેશન ખાતે મુકવા ગઈ હતી. જ્યાં અન્ય પ્લેટફોર્મ ઉપર આવેલી એક ટ્રેનમાં બેસેલા યુવકે દારૂના નશામાં છાકટા બની પ્લેટફોર્મ ઉપર ઊભેલી મહિલાને દારૂના નશામાં બીભત્સ ઇશારા કરી રહ્યો હતો, આસપાસ રેલ્વે સ્ટોલના કર્મચારીઓ ઊભા રહીને મજાક બનાવી રહ્યા હતા. મહિલાનું યુવક તરફ ધ્યાન જતા નિર્ભય બનેલી મહિલાએ તાત્કાલિક પોતાનો મોબાઈલ કાઢીને યુવકની હરકતો મોબાઈલમાં કેદ કરવાનો પ્રયાસ કર્યો હતો. પ્લેટફોર્મ ઉપર ફરજ બજાવતી એક મહિલા પોલીસ જવાનને ઘટનાની જાણ થતાં તાત્કાલિક મહિલાની મદદે દોડી આવી હતી. મહિલા કોન્સ્ટેબલ ને જાણ થતાં કોન્સ્ટેબલ દોડી એ વિકૃત ઈસમ ને પકડવા પરંતુ એ હાથમાં આવ્યો ન હતો. મહિલાએ તાત્કાલિક સોશ્યલ મીડિયાની મદદ વડે વિડીયો વાયરલ કરીને આવા યુવકોને ઝડપી પાડવા લોકો પાસે અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...