તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
28 ફેબ્રુઆરી 2021ના રોજ યોજાનારી ચૂંટણીને લઇ વલસાડ જિલ્લા અને તાલુકા પંચાયતોની કુલ 196 બેઠક માટે ઉમેદવારી પત્રો ભરવા માટે જાહેરનામુ પ્રસિધ્ધ થવા છતાં હજી ભાજપ,કોંગ્રેસ કે અપક્ષ ઉમેદવારો હજી સામે આવ્યા નથી.બંન્ને પક્ષે પેનલના નામોની યાદી મોટાભાગે તૈયાર થઇ ગઇ છે અને અમુક અપવાદ બાદ કરતાં યાદીનું કામ પૂર્ણ થયું છે ત્યારે હવે ભાજપના દાવેદારોની ગાંધીનગર ખાતે મળનાર પાર્લામેન્ટરી બોર્ડ પર મીટ મડાઇ છે.દાવેદારોએ એડીચોટીનું જોર લગાવ્યું છે પરંતુ છેલ્લી ઘડીએ શું ફેરફાર થાય અને ટિકિટ કોને મળશે તેના પર હવે દારોમદાર બંધાયો છે.
જિ.પં.ની 38 અને 6 તા.પં.ની 158 બેઠક માટે ચૂંટણી સંગ્રામ યોજાનાર છે.વલસાડ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા રચાયેલી નિરીક્ષકોની ટીમ દ્વારા જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણીના દાવેદારોના સેન્સ લેવાયા બાદ ભારે કશ્મકશ વચ્ચે છેલ્લી ઘડી સુધી જૂના નવા સભ્યોના સગા સંબંધીઓ,મિત્રવર્તુળમાંથી ઉમેદવારોના નામો સૂચવવા માટે ભારે દોડધામ ચાલી રહી છે.જો કે નવા રોટેશન,60થી ઉપરના ઉમેદવારોની બાદબાકી,સંગઠન હોદ્દેદારોના સગાસબંધીઓ જેવી મર્યાદાના નિયમોનો ડર હજી યથાવત છે.
મહાનગરપાલિકાઓની ચૂંટણી માટેના નવા નિયમો જો જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણી માટે પણ ભાજપ લાગૂ કરશે તો અનેેક દાવેદારો કપાઇ જશે તે નક્કી છે.પરંતું હાલ સંકલન સિમિતિ સમક્ષ આવેલા દાવેદારોમાંથી ભાજપે 3-3 નામની પેનલ હેઠળ ઉમેદવારોની સ્થાનિક પસંદગી તૈયાર કરી છે.
જ્યારે કોંગ્રેસે ઉમેદવારીના દાવેદારોની 2-2 નામની પેનલ બનાવી છે.ભાજપની યાદી જિલ્લા સંગઠન પાસે પ્રદેશ ભાજપે મંગાવી હતી જેના માટે અંતિમ નિર્ણય ગાંધીનગર ખાતે 6 જાન્યુઆરીએે 3 દિવસીય પાર્લામેન્ટરી બોર્ડમાં લેવામાં આવશે.જ્યારે કોંગ્રેસ પ્રદેશમાં જિ.તા.પંચાયતોની ચૂંટણીના ઉમેદવારોની પસંદગી થશે.
બન્ને પક્ષના નેતા, હોદ્દેદારો ફૂંકી ફૂંકી કદમ માડી રહ્યા છે
28 ફેબ્રુઆરીએ યોજાનારી પંચાયતોની ચૂંટણીની જાહેરાત 23 જાન્યુઆરીએ અને જાહેરનામુ પ્રસિધ્ધ કરવાની તારીખ 8 ફેબ્રુઆરી જાહેર થયા બાદ ઉમેદવારોના ફોર્મ સ્વીકારવાની કામગીરી માટે ચૂંટણી તંત્રે તૈયારી કરી લીધી હતી.પરંતુ હજી કોઇપણ રાજકીય પાર્ટી કે અપક્ષના ઉમેદવારે ફોર્મ રજૂ કર્યુ નથી.ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લા તારીખ 13 ફેબ્રુઆરી હોવાથી રાજકીય પક્ષોના નેતાઓ,હોદ્દેદારો ફુંકી ફંકીને કદમ માડી રહ્યા છે.
કોંગ્રેસમાં દાવેદારો માટે કોઇ ક્રાઇટેરિયા નક્કી નથી
વલસાડ જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતોની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ગત ટર્મમાં ચૂંટાયેલા સભ્યો પણ ઝૂકાવી રહ્યા છે.ભાજપે ઘડી કાઢેલા નવા ક્રાઇટેરિયામાં ભલભલાના પત્તા કપાઇ જવાના છે પરંતું કોંગ્રેસમાં ભાજપની જેમ કોઇ ક્રાઇટેરિયા કે નિયમો જાહેર કરાયા નથી.કોંગ્રેસમાંથી મહદઅંશે અનુભવી ઉમેદવારો અને 5 વર્ષમાં જેમણે કામો કર્યા છે તેવા ઉમેદવારો આવશે તેવું મનાય રહ્યું છે.
બન્ને પક્ષની જાહેરાત પર અપક્ષો વેઇટ એન્ડ વોચમાં
ભાજપ અને કોંગ્રેસમાં ચૂંટણી માટે મૂરતિયા અને પેનલો તૈયાર કરવાની કામગીરી લગભગ પૂરી કરાઇ છે તેવું રાજકીય સૂત્રોએ જણાવ્યું છે,પરંતુ છેલ્લી તારીખ 23 ફેબ્રુઆરી સુધીના ગાળામા ફોર્મ ભરવાનો ધમધમાટ શરૂ થઇ જશે. પરંતું 8 ફેબ્રુઆરીએ જાહેરનામુ પ્રસિધ્ધ થતા જ ઉમેદવારી પત્રો ભરવાની મુદ્દત શરૂ થઇ હતી,પરંતુ રાજકીયપક્ષોમાં યાદી જાહેર કરવાની રાહ જોવાઇ રહી છે જ્યારે અપક્ષો વેઇટ એન્ડ વોચમાં છે.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.