વલસાડમાં ખુલ્લા પ્લોટમાં કચરો ફેંકી દેવાના કારણે ઉકરડા ઉભા થવાના કારણે તથા પાલિકાની બેદરકારીને લઇ ગંદવાડથી વોર્ડના લોકોને ભોગવવી પડતી અગવડતા દૂર કરવા સભ્યોએ પાલિકા આરોગ્ય શાખા સાથે મળી આ સ્થળની રોનક બદલી નાંખી છે.
વલસાડના સ્થાનિક વોર્ડ સભ્ય ગીરીશ દેસાઇ અને સાથી સભ્યો વચ્ચે પરામર્શ બાદ પાલિકાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ સાથે મળી આ પ્લોટના કચરાના ઉકરડા પર સફાઇ કામગીરી હાથ ધરાઇ હતી.કચરો ઉપાડી બાળી દેવાયો હતો અને ચૂનો છાંટીને રોડ પરના આ પ્લોટમાં કોઇ કચરો નહિ નાખે તે માટે ગ્રીન જાળીના મોટા પડદા ખુંટા મારીને લગાવી દેવામાં આવ્યા છે.બાદમાં બેનર લગાવી કચરો નાંખવાની સખત મનાઇની ચેતવણીના બેનર પ્લોટના કોર્ડનિંગ કરેલા પડદા પર લગાવી દેવાયા છે.
કેમેરાની નજરમાં છો તેવું બેનર લગાવાયું
મોગરાવાડીના મુુખ્ય રોડ પર ખુલ્લા પ્લોટમાં ઉકરડો,ગંદકી દૂર કરી સ્થાનિક સભ્યોએ કચરો નહિં ફેકવા ચેતવણી સાથેના બેનરોનો ઉપયોગ કર્યો છે.જેથી કોઇ ગંદકી ન કરે તેવો આશય છે.આ ઉપરાંત આ સ્થળ સીસીટીવી કેમેરાની નજર હેઠળ છો તેવી જાહેર નોંધ લેવા વોર્ડ સભ્યોએ સફાઇ જાળવવા અને આરોગ્યની સુરક્ષા માટે સૌને સહકાર આપવા અનુરોધ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.