રાત્રીસભા:વલસાડના દિવેદ અને શહેરના અબ્રામા વિસ્તારમાં સ્થાનિક લોકોના પ્રશ્નો નિવારવા રાત્રીસભાનું આયોજન કરાયું

વલસાડ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગામેગામ જઈને રાત્રી સભાનું આયોજન કરીને ગામના લોકોનો સરકારી યોજનાઓની જાણકારી આપવાનો ઉદ્દેશ્ય રહે છે. સાથે ગામના લોકોના મહત્વના પ્રશ્નો તમામ વિભાગના અધિકારીઓ સાથે રહીને પૂર્ણ કરવાનો પ્રયાસ રહ્યો છે. ગઈ કાલના રોજ વલસાડ તાલુકાના દિવેદ ગામ ખાતે અને શહેરમાં અબ્રામા વિસ્તારમાં રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામજનોએ તેમના વિસ્તારના પડતર પ્રશ્નો અંગે અધિકારીઓને રજુઆત કરવામાં આવી હતી. જેમાં મોટા ભાગના પ્રશ્નો અધિકારીઓ દ્વારા સ્થળ ઉપર નિકાલ કરવામાં આવે છે.

વલસાડ જિલ્લા કલેકટરની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં તબક્કાવાર ગામોમાં રાત્રી સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગામમાં રહેતા સ્થાનિક લોકોના પડતર પ્રશ્નોના નિકાલ કરવા માટે રાત્રી સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સાથે સરકારની તમામ યોજનાઓની પૂરતી જાણકારી સ્થાનિક લોકો સુધી પડોચડવામાં આવે છે. મહત્વના તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહીને ગ્રામજનોને મહ્ત્વકાંશી યોજનાઓનો લાભ અંગે પૂરતી જરૂરી માહિતી આપવામાં આવી હતી. ગત રાત્રીએ વલસાડ તાલુકાના દિવેદ ગામ ખાતે વલસાડ મામલતદારના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં વલસાડ તાલુકાના અધિકારીઓએ સ્થાનિક લોકોને આયુષમાં ભારત યોજના માં વાર્ષિક મેડિકલ સહાય 5 લાખથી વધારીને 10 લાખ સુધી કરવામાં આવી હોવાની જાણકારી આપતા લોકોમાં આયુષમાન કાર્ડ અંગે વધુ જાણકારી મેળવી હતી. સ્થાનિમ લોકોએ તેમના પરડતાર પ્રશ્નોમાં DGVCLના પોલ અને દિવેદ ખાતે નવ નિર્માણ પામી રહેલા ROBનો જર્જરિત સર્વિસ રોડ અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જે અંગે વહીવટી તંત્ર તરફથી સ્થાનિક લોકોને સંતોષ કારક જવાબ આપવામાં આવ્યો હતો. દિવેદ ગામના તળાવની પાળ દરવર્ષે ચોમાસામાં તૂટી જતી હોય છે. જેને લઈને રસ્તાનું ધોવાન થતું રહે છે. આ પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવા ગ્રામજનો અબે અગ્રણીઓએ ભાર પૂર્વક રજુઆત કરી હતી.

અબ્રામા ખાતે યોજાયેલી ગ્રામ સભામાં પુરવઠા મામલતદાર અને અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર સહિત તમામ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક લોકોએ વીજ બિલ ભરવા અને ફરિયાદ નોંધાવવા રોનવેલ સુધી લાબું થવું પડે છે. અબ્રામા ઓફિસમાં તમામ કામગીરી થાય તે રિતની વ્યવસ્થા કરવા સ્થાનિક લોકોએ રજુઆત કરી હતી. જે અંગે ટૂંક સમયમાં વીજ કંપનીની નવી કચેરી અમલમાં આવનાર છે. જેથી આ પ્રશ્નને ધ્યાને રાખીને કચેરીના કામોનું વિભાજન કરવામાં આવે તેમ જણાવવામાં આવશે. સાથે અબ્રામા હાઇવે ઉપર ઇસ્ટથી વેસ્ટમાં જવા માટે ચકરાવો થાય છે. સર્વિસ રોડના અભાવે પોલીસ જવાનો ચેકીંગ દરમ્યાન સ્થાનિક વાહન ચાલકોને હાઇવે ઉપર રોંગ સાઈડ આવવા બદલ મેમો આપવામાં આવે છે. 500 મીટર જવા માટે ગુંદલાવ સુધીનો ચકરાવો નોકરિયાત વર્ગને પોસાય તેમ નથી તેમ સ્થાનિક.લોકોએ રજુઆત કરી ધરમપુર ચોકડી પાસે રોડની બંને તરફ સર્વિસ રોડની સ્થાનિક લોકોએ રજુઆત કરી હતી. તમામ રજૂઆતો જિલ્લા કલેક્ટરના ધ્યાને લાવીને ત્વરિત પ્રશ્નોના નિકાલ વહીવટી તંત્ર દ્વારા લાવવામાં આવશે તેમ અધિકારીઓએ સ્થાનિક લોકોને જણાવ્યું હતું. વલસાડના દિવેદ અને અબ્રામાં વિસ્તારમાં યોજાયેલી રાત્રી સભામાં મોટા ભાગના પ્રશ્નોનું સ્થળ ઉપર નિરાકરણ લાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...