પોલીસને પત્ર:વલસાડ ડુંગરીની પરિણીતાના અપહરણ કેસમાં નવો વળાંક

વલસાડ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પરિણીતા સ્વેચ્છાએ ગઈ હોવાનો પોલીસને પત્ર

તાલુકાના ડુંગરી ઉતારા ફળિયામાં રહેતો મિન્નત પટેલે 2019માં ડુંગરીમાં સાથે અભ્યાસ કરતી તેની પ્રેમિકા કવિતા ઠાકુર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. કવિતા ઠાકુરનો પરિવાર પ્રેમ લગ્નથી નારાજ હતો. 13 જૂનના રોજ કવિતાના કાકા મૃત્યુ પામ્યા હોવાનું બહાનું આગળ ધરીને કવિતાના પરિવારે કવિતાને વલસાડ ઓધવરામ નગર ખાતે બોલાવી હતી. બીજા દિવસે સવારે કવિતા અને તેમાં મમ્મી પપ્પા અને ભાઈના મોબાઈલ ફોન બંધ આવ્યા હતા.

પત્ર પોલીસે કબ્જે લઇ આગળની તપાસ હાથ ધરી
જમાઈ મિન્નત પટેલે સીટી પોલીસ મથકે પરિણીતા ગુમ થયાની નોંધ કરાવી હતી. જેના આધારે સીટી પોલીસે તપાસ કરતા ઓધવરામ નગરના એપાર્ટમેન્ટના CCTVમાં કવિતાના પિતા સંતોષ ઠાકુર અને તેનો ભાઈ તેજપ્રતાપસિંહ ઠાકુર કવિતાને જબરજસ્તી કારમાં બેસાડી રહ્યા હોવાની ઘટના CCTVમાં કેદ હતી. જેના આધારે જમાઈ મિન્નત પટેલે પત્ની કવિતાનું અપહરણ થયાની ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં સીટી પોલીસ મથકે કવિતાએ લખલો પત્ર આવ્યો હતો. જેમાં કવિતા સ્વેચ્છાએ તેની મરજીથી તેના મમ્મી પપ્પાની સાથે ગઈ હોવાનું લખ્યું હતું. કવિતાએ વધુમાં ઉમેર્યું હતું કે તે તેના માતા પિતા સાથે તેની મરજીથી રહેવા માંગે છે. તે પત્ર પોલીસે કબ્જે લઇ આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...