વલસાડ જિલ્લામાં 10મી જૂનના રોજ વલસાડ તાલુકામાંથી 1 યુવતી કોરોના સંક્રમિત જાહેર થતા આરોગ્ય વિભગની ટીમ દોડતી થઈ હતી. સંક્રમિત દર્દીઓને વિસ્તારમાં કોરોના જાગૃતિ અને લક્ષણો ધરાવતા લોકોના RTPCR ટેસ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલા લોકોને કોરોનાના સામાન્ય લક્ષણ જણાઈ આવે તો નજીકના આરોગ્ય કેન્દ્ર ઉપર ટેસ્ટિંગ કરાવવા અપીલ કરી છે.
વલસાડ જિલ્લામાં થોડા દિવસોથી સંક્રમણનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. કોરોના વાયરસ જાણે જિલ્લામાંથી ચાલ્યો ગયો હોય તેમ લોકો બિન્દાસ ખુલ્લેઆમ ફરતા જોવા મળ્યા હતા. ત્યારે આજરોજ વલસાડ તાલુકા અને ઉમરગામ તાલુકાના સંક્રમિત દર્દીઓની કોન્ટેક અને ટ્રાવેલ હિસ્ટ્રી મેળવી આરોગ્ય વિભાગની ટીમે સંક્રમણ ઘટાડવા પ્રયાસ હાથ ધર્યો છે. બંને દર્દીઓ સંક્રમિત જાહેર થતા જિલ્લા આરોગ્ય વિભગની ટીમ દોડતી થઈ હતી.
જિલ્લામાં એક્ટિવ કેસનો આંક 13 પર પહોંચ્યોવલસાડ જિલ્લામાં કુલ 13 જેટલા એક્ટિવ કેસ છે. આ 13 દર્દીઓ પૈકી વલસાડ તાલુકામાં 10, પારડી તાલુકામાં 1, ઉમરગામ તાલુકામાં 2, અને વાપી, ધરમપુર અને કપરાડા તાલુકામાં 0 કોરોના સંક્રમિત દર્દીઓ મળી મળી કુલ 13 એકીટિવ કેસ નોંધાયા છે. વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં કોવિડ-19ના કુલ 5,84,880 લોકોએ ટેસ્ટ કરાવ્યા જેમાંથી 5,72,148 દર્દીઓ નેગેટિવ જ્યારે 12,732 દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે 12,223 જેટલા દર્દીઓને રજા આપવામાં આવી હતી. જ્યારે માત્ર કોરોનાના કારણે 84 જ્યારે કોમોડિટીના કારણે 412 કોરોના સંક્રમિતોના મૃત્યુ થયા છે. તો જિલ્લામાં વેક્સિનેશનની કામગીરી સૂચારૂં રીતે ચાલી રહી છે અને અત્યાર સુધીમાં 31,25,564 જેટલા ડોઝ મુકવામાં આવ્યા છે. બુસ્ટર ડોઝની સંખ્યા 88,308 સુધી પહોંચી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.