ભારત ભ્રમણ:સાયકલ પર દેશમા ભ્રમણ માટે નીકળેલ પર્વતારોહી સેલવાસ પહોંચી

સેલવાસ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારત ભ્રમણ પર નીકળેલ આ છોકરી 20 હજાર કિલોમીટર સફર કરશે

સાયકલ પર ભારત ભ્રમણ માટે નીકળેલ આશા માલવીયા યાત્રા કરી સેલવાસ પોહચી છે અહીથી ફરી મહારાષ્ટ્ર તરફ જવા રવાના થઇ હતી.આશાએ જણાવ્યુ કે તેઓ સ્પોર્ટ્સમા રાષ્ટ્રીય ખેલાડી અને પર્વતારોહી છે આ યાત્રાની શરૂઆત મધ્યપ્રદેશના સ્થાપના દિવસ 1નવેમ્બરના રોજ શરુ કરવામા આવી હતી.અત્યાર સુધીમા 1500કિલોમીટરની યાત્રા પુરી થઇ ચુકી છે અને સપ્ટેમ્બર મહિનામા દીલ્હી જઈને આ યાત્રા પૂર્ણ થશે આ યાત્રાનો ઉદેશ્ય આપણી ઐતિહાસિક પર્યટન સ્થળોનુ પ્રચાર પ્રસાર કરવાનો છે.

મહિલા સુરક્ષા અંગે એમણે જણાવ્યુ કે હંમેશા સાંભળવામા આવ્યુ છે કે ભારતમા મહિલાઓ સુરક્ષિત નથી જેથી એકલી જ ભારત યાત્રા કરી દરેકને સંદેશો આપવા માંગુ છું કે ભારત દેશના 28રાજ્યોમા સાયકલથી એકલી જ યાત્રા કરી રહી છુ અને આપણા ભારત દેશના દરેક રાજ્યમા મહિલાઓ સુરક્ષિત છે.

મહિલા સશક્તિકરણ અંગે જણાવ્યુ કે મહિલાઓ દરેક એ કામ કરી શકે છે જે પુરુષ કરે છે.એમણે યુવા પેઢીને સંદેશ આપતા જણાવ્યુ કે દરેક નાની નાની સમસ્યા સામે યુવાઓ આત્મહત્યા કરવા સુધીના પગલા લઇ લે છે.જિંદગીમા થોડી સમસ્યા શુ થાય કે યુવાઓ ઘર છોડીને અને મરવાની વાત કરવા લાગે છે.તેઓને મારે કહેવુ છે કે સમસ્યા દરેકની જીંદગીમા આવે છે આ સમસ્યાનો સામનો કરો અને આગળ વધો.

આશા માલવિયા મધ્યપ્રદેશના રાજગઢ જીલ્લા અંતર્ગત આવતા નાડારામ ગામની રહેવાસી છે.આશા નેપાળ-ભૂટાન-બાંગ્લાદ ેશની સીમા પર સ્થિત તેનજિંગ ખાન 19545ફુટ અને બીસી રાય 20500ફુટ જેવી બર્ફીલી ટોચ પર જઈ તિરંગો ફરકાવ્યો હતો.એમનુ નામ નેશનલ બુક ઓફ રેકોર્ડ ઓએમજી બુકમા નોંધાયેલ છે.

અન્ય સમાચારો પણ છે...