તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સતર્કતાની ચકાસણી:વલસાડના કુંડી ફાટક પર માલગાડી અને કાર વચ્ચે અકસ્માત થયો હોવાની મોકડ્રીલ યોજાઈ

વલસાડ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તમામ કર્મચારીઓની કામગીરીની નોંધ કરી સમીક્ષા કરવામાં આવે છે

કોરોના મહામારી દરમિયાન રેલ કર્મીઓનું સતર્કતા ચકાસવા માટે એક મોકડ્રિલનું રેલવે વિભાગે આયોજન કર્યું હતું. કુંડી રેલવે ફાટક નં.101 ઉપર સુરત મુંબઈ ટ્રેક ઉપર એક માલગાડી અને કાર વચ્ચે ગંભીર અકસ્માત થયો હોવાની મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. કર્મચારીઓ અને કામદારો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

વલસાડ રેલવે વિભાગ દ્વારા કર્મચારીઓની સતર્કતા ચકાસવા માટે કુંડી ફાટક નંબર 101 ઉપર સુરતથી મુંબઇ તરફ જતી એક માલગાડી ટ્રેન અને કાર વચ્ચે ગંભીર અકસ્માત થયો હોવાની મોકડ્રીલનું આયોજન 11 જુલાઇના રોજ રેલવે વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. વિભાગ દ્વારા સ્ટાફની એલર્ટનેસ ચકાસવા માટે અને કર્મચારીઓની સતર્કતા ચકાસવા માટે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલવે ફાટક ઉપર તાત્કાલિક રેલકર્મીઓ પહોંચી જતા અધિકારીઓએ મોકડ્રીલ હોવાનું જાહેર કર્યું હતું.

રેલવે વિભાગના કર્મચારીઓ અને કામદારોએ ઘટના સ્થળે પહોંચી કરેલી કામગીરીઓની નોંધ અધિકારીઓએ કરી હતી. મોકડ્રિલ દરમિયાન કામદારો અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી કામગીરીની નોંધ કરી સમગ્ર ઘટના પૂર્ણ થયા બાદ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવે છે. જેમાં કામદારો અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી ભૂલો સુધારવા સૂચનો કરવામાં આવે છે. સમગ્ર મોકડ્રિલમાં 1 કલાક જેટલો રેલ વ્યવહાર ખોરવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...