સગીરાનું અપહરણ:વલસાડ તાલુકાની એક સગીરાનું નજીકમાં રહેતા રીક્ષા ચાલકે લગ્નની લાલચ આપી અપહરણ કર્યું

વલસાડ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે રીક્ષા ચાલક યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી

વલસાડ તાલુકામાં રહેતી એક 16 વર્ષીય સગીરાને તેનો ભાઈ સ્કૂલના ગેટ પાસેથી મૂકી ગયો હતો. સ્કૂલ છૂટવાના સમયે સગીરાને લેવા આવ્યો ત્યારે સગીરા મળી ન હતી. પરિવારના સભ્યોએ આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતા સગીરા મળી આવી ન હતી. જેથી વધુ તપાસ કરતા એક વ્યક્તિએ સગીરાને રીક્ષા ચાલક યુવક સાથે જોઈ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી સગીરાના પિતાએ સગીરાના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રીક્ષા ચાલક યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
4 માસ અગાવ પણ યુવકે સગીરાની છેડતી કરી હતી
વલસાડ તાલુકાના એક વિસ્તારમાં રહેતી 16 વર્ષીય સગીરા ધો. 10માં અભ્યાસ કરે છે. તેના એપાર્ટમેન્ટની બાજુમાં આવેલા એપાર્ટમેન્ટમાં રહેતો એક રીક્ષા ચાલકે સગીરાની છેડતી કરી હતી. સગીરાએ નિર્ભય બનીને તાત્કાલિક સગીરાના પિતાને ઘટનાની હકીકત જણાવી હતી. સગીરાના પિતાએ તાત્કાલિક બાજુના એપાર્ટમેન્ટમાં રહેતા રીક્ષા ચાલક યુવકના ઘરે જઈને તેના પિતાને યુવક વિરુદ્ધ ફરિયાદ કરી હતી અને આજ પછી સગીરાની છેડતી ન કારવા સૂચના આપી હતી.
સગીરા શાળાએ પહોંચી જ ન હતી
ત્યારબાદ 2જી ઓગષ્ટના રોજ સગીરાનો મોટો ભાઈ કોલેજ જતા પહેલા સગીરાને સ્કૂલના ગેટ પાસે અભ્યાસ કરવા મૂકી ગયો હતો અને કોલેજથી છૂટ્યા બાદ સગીરાનો ભાઈ સગીરાને લેવા સ્કૂલ ખાતે આવ્યો હતો. શાળામાંથી તમામ વિદ્યાર્થીઓ બહાર જતા રહ્યા શાળાનો મેઇન ગેટ બંધ થઈ ગયો છત્તા સગીરા બહાર ન આવતા સગીરાના ભાઈએ તાત્કાલિક તેના પિતાને ઘટનાની જાણ કરી હતી. સગીરાના પિતાએ શાળામાં ફોન કરી પૂછપરછ કરતા સગીરા શાળાએ આજે આવી જ ન હોવાનું જાણવા મળ્યું હતું. સગીરાના માતા પિતા અને પરિવારના સભ્યોએ સગીરાની અજુબાજુના વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી. જોકે, સગીરા મળી ન હતી.
અપહરણની ફરિયાદ નોંધાઈ
સગીરાના પિતાએ રીક્ષા ચાલક યુવકના ઘરે તપાસ કરતા રીક્ષા ચાલક યુવક પણ મળી આવ્યો ન હતો. જેને લઈને પરિવારના સભ્યોની ચિંતા વધતા તાત્કાલિક વલસાડ સીટી પોલીસને ઘટનાની જાણ કરી હતી. વલસાડ સીટી પોલીસ મથકે સગીરાને લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી નજીકમાં રહેતો રીક્ષા ચાલક યુવક અપહરણ કરી ગયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...