....અંતે સગીર મળી ગયો:વલસાડનો સગીર સાઇકલ ચલાવવામાં મશગુલ બની ધરમપુર રોડ ઉપર આવી પહોંચ્યો, પરિવારે પોલીસની મદદ લીધી

વલસાડ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડ શહેરના ગીચ વિસ્તારમાં રહેતા એક મધ્યવ વર્ગના પરિવારનો લાડકવાયો શુક્રવારે સાંજે ફળિયામાં રમવા માટે ગયો હતો. રમતા રમતા સાઇકલ ચલાવવાની ઈચ્છા થતા પરિવારને જાણ કર્યા વગર સાઇકલ ચાવવા લાગ્યો હતો. સાઇકલ ચલાવવામાં મશગુલ બનેલો સગીર ધરમપુર રોડ ઉપર આવી પહોંચ્યો હતો. મોડી સાંજે સગીર ઘરે પરત ન ફરતા પરિવારના સભ્યોએ આજુબાજુના વિસ્તામાં પરિવારના લાડકવાય સગીરની શોધખોળ હાથ ધરી હતી. સગીર ન મળી આવતા પરિવારના સભ્યોએ સગીર ગુમ થયો હોવાની સીટી પોલોસની જાણ કરી હતી. સીટી પોલીસે કામન્ડ કંટ્રોલની ટીમની મદદ લઈને સગીરને ધરમપુર રોડ તરફ સાઇકલ લઈને જતા CCTVમાં કેદ થયો હતો. સીટી પોલીસે મોડી સાંજે ધરમપુર રોડ ઉપર ચેક કરતા સગીર સાઇકલ સાથે ધરમપુર રોડ ઉપરથી મળી આવ્યો હતો. સગીરનું પરિવાર સાથે મિલન કરાવવામાં સીટી પોલીસને સફળતા મળી હતી.

વલસાડ શહેરના એક વિસ્તારમાં રહેતા મધ્યમ વર્ગના પરિવારનો દીકરો ક્રિષ્ના (નામ બદલ્યું છે.) શુક્રવારે સાંજે ફળિયામાં રમવા ગયો હતો. રમતા રમતા ક્રિષ્નાને કંટાળો આવતા નજીકથી સાઇકલ લઈ સાઇકલ ચલાવવા લાગ્યો હતો. સાઇકલ.ચલાવવામાં મશગુલ બનેલો ક્રિષ્ના સાઇકલ લઈને ધરમપુર રોડ ઉપર આવી પહોંચ્યો હતો. ધરમપુર રોડ ઉપર આવતા તેને ઘણું મોડું થઈ ગયું હોવાનું ભાન થયું હતું. અને ઘરે કોઈને જાણ કર્યા વગર સાઇકલ લઈને પરિવારથી આટલો બધો દૂર આવ્યો હોવાની જાણ પરિવારના સભ્યોને થશે તો પરિવારના સભ્યો ઠપકો આપશે તેમ માની રોડની બાજુમાં સાઇકલ સાથે બેસી રહ્યો હતો. તો બીજી તરફ ક્રિષ્ના મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરતા પરિવારના સભ્યોએ આજુબાજુના વિસ્તારમાં ક્રિષ્નાની શોધખોળ હાથ ધરી હતી. પરિવારના સભ્યોની જાણ બહાર ક્રિષ્ના ક્યાંય જતો ન હોવાથી પરિવારના સભ્યો ચિંતામાં મુકાઈ ગયા હતા. ક્રિષ્નાના પરિવારના સભ્યોએ તેમના પરિવારનો દીકરો ક્રિષ્ના સંજથી મળતો ન હોવાનું જણાવ્યું હતું. વલસાડ સીટી પોલીડની ટીમે ક્રિષ્નાના ઘર નજીકના વિસ્તારમાં આવેલા સરકારી CCTV ફૂટેજ ચેક કરતા ક્રિષ્ના સાઇકલ લઈને ધરમપુર રોડ તરફ જઈ રહ્યો હોવાનું કેમેરામાં કેદ થતા વલસાડ સીટી પોલોસે ધરમપુર ચોકડી સુધી ક્રિષ્ના ગયો ન હોવાનું.જાણવા મળતા ધરમપુર રોડ ઉપર ચેક કરતા ક્રિષ્ના પરિવારના સભ્યો ઠપકો આપશે જણાવી ઘરે ન જતો હોવાની જણાવતા વલસાડ સીટી પોલીસે ક્રિષ્નાને તેના પરિવાર સાથે મિલન કરવી આપ્યું હતું. સાથે ક્રિષ્નાને પરિવારના સભ્યોને જાણ કર્યા વગર રમતા રમતા ક્યાંય ન જવા અંગે સમજ આપી હતી. સાથે ગમે તેટલું મોડું થયું હોય ઘરે જ પરત જવા અને રોડ ઉપર આ રીતે બેસી ન રહે સમજ આપી ક્રિષ્નાનો પરિવાર સાથે મિલન કરાવતા પરિવારના સભ્યોએ વલસાડ સીટી પોલીસના જવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...