વીજળી વેરી બની:ધરમપુરના સજનીબરડા ગામે વીજળી પડતા ખેતરમાં કામ કરી રહેલા આધેડનું મોત

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વલસાડ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો

વલસાડ જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આજે બપોરે બાદ વાતવરણમાં આવેલ પલટા બાદ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. ગાજવીજ સાથે વરસાદ પડવાની સાથે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના સજની બરડા ગામ ખાતે ખેતરમાં કામ કરવા માટે ગયેલ 50 વર્ષીય વૃદ્ધ ખેતર નજીક આવેલા ઝાડ નીચે ઉભા હતા. તે દરમ્યાન ઝાડ ઉપર વીજળી પડતા ઝાડ નીચે.ઉભેલા ખેડૂત ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ સ્થાનિક લોકોને તાત્કાલિક નજીકના દવાખાને ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ચેક કરતા ખેડૂત ઉપર વીજળી પડવાથી કરુણ મોત થયું હોવાનું હાજર તબીબી જણાવ્યું હતું

આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે બપોરે બાદ વલસાડ જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. વલસાડ જિલ્લાના ધરમપુરમાં અચાનક વાતવરણમાં પલટો આવતા સતત એક કલાક સુધી વરસાદ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. ધરમપુર તાલુકાના સાજન બરડા ગામમાં પણ વરસાદ સાથે વીજળી પડતા ખેતરમાં કામ કરતા વૃદ્ધ ખેડૂત ઉપર વીજ પડતા ખેડૂતનું મોત થયુ હતું. સજની બરડા સુરકાર ફળિયામાં રહેતા રાજીરામ લચુ સુરકાર ઉ.વ. 50 જેઓ પોતાની પત્ની નંદુલી બેન સાથે અડદના ખેતરમાં કચરુ (નીંદણ) કાઢવા ગયેલો ત્યારે અચાનક વરસાદ શરૂ થઈ જતા ખેતર નજીકમાં આવેલ એક ઝાડ નીચે આશરો લેતા વીજળી ઝાડ ઉપર પડતા નીચે ઉભેલા રાજીરામ ભાઈને ગંભીર ઇજાઓ થતા તેઓનું ઘટના સ્થળે કરુણ મોત થયું હતું ઘટના અંગે ની જાણ સ્થાનિકોને તેમની પત્ની નંદુલી બેને જાણ કરતા સરપંચ સહિત અનેક લોકો દોડી આવ્યા હતા અને તે બાદ મૃતકને પી એમ માટે સ્ટેટ હોસ્પિટલ પીકઅપમાં ભરી લાઇ આવ્યા હતા ઘટના અંગેની જાણકારી ધરમપુર પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...