લાભાર્થીઓને સહાય:વલસાડમાં આયુષ્માન ભારત અંતર્ગત "PM JAY યોજના" કાર્ડ ઇશ્યુ કરવા માટે મેગા ડ્રાઈવ યોજાઈ

વલસાડ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલો, સામુહિક આરોગ્ય કેન્દ્રો, ગ્રામ પંચાયત કચેરીઓ ખાતેથી આયુષ્માન ભારત અંતર્ગત "PMJAY યોજના”ના કાર્ડ ઈશ્યુ કરવાની કામગીરી સતત ચાલુ છે. આયુષ્માન ભારત અંતર્ગત "PM JAY યોજના”ના કાર્ડ ઈસ્યુ કરવા માટે આજે મેગા ડ્રાઈવને સફળ બનાવવા આરોગ્ય વિભાગ અને પંચાયત વિભાગનાં અધિકારીઓ, કર્મચારીઓનાં સંકલન અને અથાગ પ્રયત્નો થકી આ મેગા ડ્રાઈવને સુંદર પ્રતિસાદ મળ્યો છે.
5 લાખ સુધી વિનામુલ્યે સારવાર
આ મેગા ડ્રાઈવમાં આજે સાંજે 4 વાગ્યા સુધીમાં જિલ્લામાં 4 હજાર 474 "PM JAY યોજના”ના કાર્ડ લાભાર્થીઓને ઇસ્યુ કરવામાં આવ્યા છે. જેમાં વલસાડ તાલુકામાં 675, પારડી તાલુકામાં 583, વાપી તાલુકામાં 682, ઉમરગામ તાલુકામાં 1 હજાર 145, ધરમપુર તાલુકામાં 475, કપરાડા તાલુકામાં 902 લાભાર્થીઓએ મેગા ડ્રાઇવનો લાભ લીધો હતો. જેનો લાભ ભવિષ્યમાં ગંભીર બીમારી સમયે કુટુંબદીઠ વાર્ષિક રૂ.5 લાખ સુધીનું વિના મૂલ્યે (કેશલેશ) સારવાર દ્વારા નક્કી કરવામાં આવેલી હોસ્પિટલો ખાતે આરોગ્ય કવચ પુરૂ પાડશે.
જિલ્લા વિકાસ અધિકારીએ માર્ગદર્શન કર્યુ
"PMJAY યોજના”ના કાર્ડ ઇસ્યુ કરવાના મેગા ડ્રાઇવને સફળ બનાવવા માટે જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની, વલસાડ દ્વારા સતત માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અનિલ પટેલ, વલસાડ દ્વારા આજે "PMJAY યોજના”ના કાર્ડ ઇશ્યુ કામગીરીનું સતત મોનીટરીંગ કરવામાં આવ્યું હતુ. ઉપરાંત આરોગ્ય શાખાના તમામ અધિકારીઓ દ્વારા આ મેગા ડ્રાઇવ અંતર્ગત જિલ્લાનાં તમામ તાલુકાઓમાં લાઈઝનીંગ તથા સુપરવિઝન કામગીરી કરવામાં આવી હતી.
વિવિધ કેન્દ્રો પર કાર્ડ બનાવવાની કામગીરી ચાલુ જ રહેશે
જિલ્લા વિકાસ અધિકારી, વલસાડ દ્વારા PMJAY યોજનાનાં કાર્ડ વિના મૂલ્યે બનાવવાની કામગીરી પ્રા.આ.કેન્દ્રો, સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલો, સામુહિક આરોગ્ય કેન્દ્રો, ગ્રામ પંચાયત કચેરીઓ, CSC (કોમન સર્વિસ સેન્ટર) ખાતે સતત ચાલુ જ રહેશે. જેનો જિલ્લાના પાત્રતા ધરાવતા નાગરિકોને ઉપરોક્ત કાર્ડ બનાવી ભવિષ્યમાં ગંભીર બીમારી સામે આરોગ્ય કવચનો લાભ લઇ પોતાને અને પોતાના પરિવારને ખુશહાલ બનાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...