• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • A Meeting Was Held Under The Chairmanship Of Collector Kshipra Agre Regarding The Planning Of Awareness Programs Under The 36th National Games, The Venues Of The Competition To Be Held At The Taluka And District Level Were Decided.

સ્થળ પસંદગી:36મી નેશનલ ગેમ્સ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમોના આયોજન અંગે કલેક્ટર ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષતામાં બેઠક મળી, તાલુકા અને જિલ્લા કક્ષાએ યોજાનારી સ્પર્ધાના સ્થળો નક્કી કરાયા

વલસાડ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાની કોલેજોમાં તા.12મી થી 16મી સપ્ટેમ્બર સુધી ‘સ્પોર્ટ્સ દ્વારા એકતાની ઉજવણી’ ની થીમ હેઠળ જાગૃતિ કાર્યક્રમો યોજાશે

ગુજરાતમાં 29મી સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર, 2022 દરમિયાન 36મી નેશનલ ગેમ્સ, 2022 યોજાનાર છે. તેથી ગુજરાતના તમામ જિલ્લાઓમાં નેશનલ ગેમ્સ અંતર્ગત ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીઓમાં નેશનલ ગેમ્સ બાબતે જાગૃતિ કેળવવા માટે તમામ શાળા, કોલેજો અને યુનિવર્સીટીઓમાં તા. 12થી 16 સપ્ટેમ્બર સુધી જિલ્લા, તાલુકા તેમજ શાળા અને કોલેજકક્ષાએ ‘Celebreting Unity Through Sports’(સ્પોર્ટ્સ દ્વારા એકતાની ઊજવણી) થીમ હેઠળ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ જાગૃતિ કાર્યક્રમો અંતર્ગત કલેક્ટર ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષતામાં વલસાડ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોના સુચારૂ આયોજન અંગે તા. 8મી સપ્ટેમ્બરના રોજ કલેક્ટર કચેરીના સભાખંડમાં બેઠક મળી હતી. બેઠકમાં કલેક્ટરે જિલ્લા રમતગમત અધિકારી અનિલ રાઠોરને કાર્યક્રમોના આયોજન અંગે જરૂરી સુચનો આપ્યા હતા તેમજ કાર્યક્રમોમાં હાજર રહેવા માટે તમામ પ્રાંત અધિકારીઓ અને તાલુકા વિકાસ અધિકારીઓને સુચના આપી હતી.

જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કક્ષાના કાર્યક્રમો વલસાડ, પારડી, ઉમરગામ, વાપી અને ધરમપુર તાલુકાઓની વિવિધ કોલેજોમાં યોજાશે. જિલ્લા કક્ષાનો કાર્યક્રમ તા. 12મી સપ્ટેમ્બરના રોજ વલસાડ તાલુકાની શાહ એન. એચ. કોમર્સ કોલેજના સંસ્કાર કેન્દ્ર ખાતે નાણાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાશે. તાલુકા કક્ષાના કાર્યક્રમો તા. 13મી સપ્ટેમ્બરના રોજ પારડી તાલુકાની જે.પી. પારડીવાલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ, કિલ્લા પારડી અને ઉમરગામ તાલુકામાં સુરેશ મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ ખાતે અને તા. 14મી સપ્ટેમ્બરના રોજ ધરમપુર તાલુકાની શ્રીમદ રાજચંદ્ર વિદ્યાપીઠ અને વાપી તાલુકામાં રોફેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યોજાશે. તેમજ તા.15 અને 16મી સપ્ટેમ્બરના રોજ જિલ્લાની બાકીની શાળા/કોલેજોમાં કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમોમાં ચેસ, વોલીબોલ, ટેબલ ટેનિસ, દોરડા ખેંચ, બેડમિંટન, કેરમ, સંગીત ખુરશી જેવી રમતોનું યોગ સાથે આયોજન થશે.

અન્ય સમાચારો પણ છે...