વલસાડ જિલ્લાના ગોઇમાં ગામમાં આવી રહેલા પાવર સ્ટેશનના વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા પણ આ પાવર સ્ટેશનનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આજે વલસાડ જિલ્લા કોંગ્રેસના અગ્રણી વસંત પટેલ અને વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ સહિત જિલ્લાના આદિવાસી અગ્રણીઓ અને લોકો મોટી સંખ્યામાં ગોઈમા ગામમાં એકઠા થયા હતા.
ગોઈમા ગામમાં બનનાર પાવર સ્ટેશનના વિરોધમાં આજે ગામમાં એક વિરોધ સભા યોજાઈ હતી. આ વિરોધ સભામાં કોંગ્રેસ અને આદિવાસી અગ્રણીઓ સાથે સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સભામાં ઉપસ્થિત લોકોને સંબોધતા કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ અને અન્ય આદિવાસી આગેવાનોએ ગોઈમાં ગામમાં બનનારા પાવર સ્ટેશનને કોઈપણ ભોગે શરૂ નહીં થવા દેવામાં આવે તેવા સંકલ્પ લીધા હતા.
આનંદ પટેલ અને અન્ય આગેવાનોએ સરકાર દ્વારા આદિવાસી વિસ્તારોમાં બનાવવામાં આવતા ભારત માલા પ્રોજેક્ટ, એક્સપ્રેસ હાઈવે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને રિવર લિંક પ્રોજેક્ટ સહિત અન્ય મોટા પ્રોજેક્ટો નામે આદિવાસી વિસ્તારોમાં જમીન સંપાદન કરવાની કાર્યવાહીને કારણે આદિવાસી સમાજની સંસ્કૃતિ અને આદિવાસીઓને મોટું નુકસાન થઈ રહ્યો હોય તેવો દાવો કર્યો હતો. આથી હવે આવનારા સમયમાં કોઈ પણ ભોગે આ વિસ્તારમાં આવા મોટા પ્રોજેક્ટનો વિરોધ કરવાનો સંકલ્પ લીધો હતો. ગોઇમાં ગામમાં પાવર સ્ટેશનના વિરોધ મુદ્દે આવનાર 28મી તારીખે પારડી મામલતદાર કચેરીનો ઘેરાવ કરવાની પણ જાહેરાત કરી હતી. આમ સામે ચૂંટણી હવે ગોઈમા ગામમાં પાવર સ્ટેશનના મુદ્દે કોંગ્રેસે શરૂ કરેલા આંદોલનના શ્રીગણેશને કારણે ફરી એક વખત વલસાડ જિલ્લાની રાજનીતિ ગરમાઈ છે.
પહેલા બૂલેટ ટ્રેનના ગોડાઉનની વાતો ચાલી હતી
સ્થાનિકોએ જણાવ્યું હતું કે ગોઇમા નાગધી ફળિયા કોલક નદી પાસે પાવર પ્રોજેકટ કંપનીએ એક વર્ષ ધામણ ફળિયામાં જમીન લીધી હતુ. ખેડૂત યુપી બિહારના છે. વાડીમાં 800 ઝાડો કાપ્યા બાદ સરપંચે તપાસ કરતાં ખેડૂતે જમીન બૂલેટ ટ્રેન ગોડાઉન માટે વેચી હોવાનું જણાવ્યુ હતું. ગ્રામજનોએ તપાસ કરતાં યોગ્ય જવાબો મળ્યા નહિ. પાવર મિશન લખીમપુર પ્રાન્સ મિશન કંપની ગાડી આવી પાવર પ્રોજેકટની લાઇન નાખવાની તૈયારી સમયે ગ્રામજનોને જાણ થઇ હતી.
હાફુસ, કેસર અને ચીકુના ઝાડને નુકસાન સામે વિરોધ
સ્થાનિક બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે આ પ્રોજેકટમાં પંચાયત ,મામલતદાર કે કલેકટરની કોઇ મંજુરી લેવામાં આવી નથી. કેટલા ઝાડો કપાશે અને કેટલુ નુકસાન થશે તેની કોઇ માહિતી આપવામાં આવી નથી. અમારો ડુંગરાળ વિસ્તાર હોવાથી લોકો ખેતી ઉપર જીવે છે. હાફુસ અને કેસર,ચીકુના ઝાડ આવેલાં છે. ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઇને રજૂઆત કરી હતી. તેમણે પણ પાવર પ્રોજેકટ કંપનીને અન્ય ગામમાં ખસેડવા જણાવ્યું હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.