તપાસ:કેવાડામાં પરિણીત મહિલા મોડી રાત્રે ચાલી જતા પતિની ફરિયાદ

વલસાડ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પિયર મુંબઇથી આવેલા મહેમાન ઉપર પતિની શંકા

વલસાડના કેવાડા ગામે એક પરિણીત મહિલા રાત્રિ દરમિયાન ઘરમાંથી ચાલી જતાં પતિએ વલસાડ રૂરલ પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.. કેવાડા ગામમાં સ્કુલ ફળિયામાં રહેતા 33 વર્ષીય રગ્ગાભાઇ અહિરવાર પોતાની પત્ની રેખા,પૂત્ર ઇશ્વર સાથે રહે છે. 1 સપ્ટેમ્બર 2022ના રોજ જમી પરિવારીને પરિવાર સાથે સૌ સૂઇ ગયા હતા.તેમનો નાનો દિકરો ઇશ્વર માતા રેખાબેન સાથે સૂૂઇ ગયો હતો.દરમિયાન રાત્રિના 1 વાગ્યે પૂત્ર ઇશ્વર લઘુશંકા માટે જાગી બાજૂમાં તેની માતા રેખાબેન દેખાયા ન હતા.

જેને લઇ પૂત્રએ પિતા રગ્ગાભાઇને જાણ કરી હતી.રેખાબેન ઘરમાં ન જણાતા રગ્ગાભાઇએ પોતાની પત્નીની આસપાસ શોધખોળ કરી હતી.પરંતું 30 વર્ષીય પત્ની રેખાનો ક્યાંય પત્તો જડ્યો ન હતો.રેખાના ગામથી મહેમાન તરીકે આવેલો મુંબઇનો પપ્પુ પણ થોડા સમય પછી રાત્રિના 3 વાગ્યે ઘરમાથી જતો રહ્યો હતો.

જેથી પતિ રગ્ગાભાઇએ રૂરલ પોલીસ મથકે પત્ની રેખા ગુમ થની જાણ કરી તેમની પત્ની મુંબઇના પપ્પુ સાથે ગઇ હોવાનો શક હોવાનું જણાવ્યું હતું.રેખાએ લાલી કલરની સાડી પહેરી છે,ઘંઉવર્ણ,ઉંચાઇ 5 ફુટ 4 ઇંચ,પાતળો બાંધો અને ધો.5 સુધી અભ્યાસ કર્યો છે તથા હિન્દીભાષા જાણે છે.હાલ પોલીસે સબંધીઓ અને ગુમ થનાર મહિલાના મોબાઇલ ટ્રેસ કરીને લોકેશન મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...