બિનહિસાબી ઓઈલની હેરાફેરી:વલસાડના વાપીમાં શંકાસ્પદ ઓઈલના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓઈલ અને ટેમ્પો મળી 1.27 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો

વાપીમાં ટેમ્પોમાં ગેરકાયદે ઓઇલ લઇ જતા ચાલકને SOGની ટીમે પકડી પાડી ટેમ્પો અને ઓઇલ મળી કુલ રૂ.1.27 લાખનો મુદ્દામાલ કબજે લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વલસાડ જિલ્લાના વાપી ખાતે SOGની ટીમ શુક્રવારે વાપી જીઆઇડીસી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે VIA ચા૨ ૨સ્તા નજીકથી ટેમ્પો નં.GJ- 15-AT-6711ને અટકાવી અંદર ચકાસણી કરતા ઓઇલ ભરેલા 2 ડૂમો મળી આવ્યા હતા. જેમાંથી 800 લીટર સ્પીન ઓઇલ કિં.રૂ.52,000 મળી આવતા ચાલક સત્યનારાયણ રામચંદ્ર ખત્રી રહે.ચણોદ પાસેથી બીલ પુરાવાની માંગણી કરતા તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો. જેથી એસઓજીએ ટેમ્પો, એક ફોન અને સ્પીન ઓઇલ મળી કુલ રૂ.1,27,000નો મુદ્દામાલ કબજે લઇ આરોપી સામે 41(1) મુજબનો ગુનો નોંધી આગળની તપાસ જીઆઇડીસી પોલીસને સોંપતા આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...