• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • A Leopard Was Trapped In A Cage Kept By Forest Department In Tukwada Village Of Valsad, The Whole Incident Was Captured On CCTV.

દીપડો પાંજરે પૂરાયો:વલસાડના ટુકવાડા ગામમાં વનવિભાગે રાખેલા પાંજરામાં દીપડો કેદ થયો, સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ

વલસાડ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

0વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ટુકવાડા ગામમાં વન્યપ્રાણી દીપડાએ મરઘી અને શ્વાનનું મારણ કર્યું હતું. ઘટનાની જાણ ગામના સરપંચ અને અગ્રણીઓને જાણ કરી હતી. ગામના સરપંચે તાત્કાલિક વન વિભાગની ટીમને ઘટનાની જાણ કરી હતી. વન વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે તપાસ હાથ ધરી પાંજરું ગોઠવ્યું હતું. જેમાં આજે સવારે દીપડો પાંજરે પુરાયો હતો. ઘટનાની જાણ વન વિભાગની ટીમને થતા વન વિભાગે તાત્કાલિક દીપડાનો કબ્જો લઈને પશુ ચિકિત્સકની ટીમ પાસે દીપડાનું મેડિકલ કરવી આગળની તજવીજ હાથ ધરી છે.

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ટુકવાડા ગામે વન્યપ્રાણી દીપડાએ એક શ્વાન અને મરધાનુ મારણ કર્યુ હતુ. જે અંગે વન વિભાગ વનીકરણ રેંજને ટુકવાડા ગામના સરપંચ દિપેશ પટેલે જાણ કરી હતી અને ગામમાં પારડી વનવિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવા આવ્યું હતું. નાયબ વન સંરક્ષક સામાજીક વનીકરણ વિભાગ વલસાડના માગદર્શન હેઠળ વનીકરણ રેંજ પારડીના સ્ટાફ દ્રાર ગતરોજ સાંજે વિષ્ણુભાઈ પટેલના ખેતરમાં પાંજરૂ ગોઠવવામાં આવેલ હતુ. જેમાં રાત્રીના દીપડો પાંજરે પુરાયો હતો. જેની જાણ વનવિભાગ થતા તેનો કબજો મેળવી મેળવ્યો હતો. વન વિભાગની ટીમે વન્યપ્રાણી દીપડાને સુરક્ષિત જંગલમાં મુકત કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. પાંજરૂ ગોઠવવા અને દીપડા સુરક્ષિત ખસેડવા માટે ગ્રામજનો જાનુભાઈ, કૈલાસભાઈ, શીતલભાઈએ જહેમત ઉઠાવી હતી. દીપડા પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતની લાગણી અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...