પીપમાંથી મળેલી લાશ કોની?:દાદરા નગર હવેલીના વાસોણ ગામ નજીક પ્લાસ્ટિકના પીપમાંથી કોહવાઈ ગયેલો માનવ મૃતદેહ મળી આવ્યો, પુરુષ કે મહિલાની ઓળખ બાકી

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ દ્વારા લાશનો પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી

દાદરા નગર હવેલીના વાસોણા ગામે પાસે આવેલી એક કંપનીમાંથી પ્લાસ્ટિકના પીપમાંથી કોહવાઈ ગયેલી લાશ મળી આવતા ચકચાર મચી છે. મૃતદેહ સ્ત્રીનો છે કે પુરુષનો તેની ઓળખ થઈ શકી નથી. પોલીસ દ્વારા લાશનો પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

દાદરા નગર હવેલીના વાસોણા ગામે આવેલ એક કંપની નજીકથી પીપની અંદર કોથળામા બાંધેલ હાલતમા એક અજાણી લાશ મળી આવી હતી. જેથી પોલીસની ટીમ દોડતી થઇ ગઈ હતી.પ્રાપ્ત વિગત અનુસાર વાસોણા ગામે આવેલ આલોક ઇન્ડસ્ટ્રીઝ નજીક દપાડા પંચાયતના સફાઈ કર્મચારીઓ કચરો સફાઈ કરી રહ્યા હતા ત્યારે તેઓને ત્યા એક શંકાસ્પદ હાલતમા પીપડુ પડેલુ જોવા મળ્યુ હતુ અને એમાથી દુર્ગંધ પણ આવતી હતી. જેથી કર્મચારીઓએ તાત્કાલિક સરપંચને ફોન કરતા તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી.

સેલવાસ એસએચઓ અનિલ ટી.કે,પીએસઆઇ જીગ્નેશ પટેલ સહિત એમની ટીમ ત્યાં પહોંચી હતી બાદમા ચેક કરતા પીપની અંદર ડીકમ્પોઝ હાલતમા એક લાશ જોવા મળી હતી. જેનો કબ્જો લઇ પીએમ માટે સિવિલ હોસ્પીટલમા મોકલી આપવામા આવી છે.આ લાશ પુરુષની છે કે મહિલાની એ પણ પીએમ કરાયા બાદ જ ખબર પડશે.

અન્ય સમાચારો પણ છે...