મહાવીર જયંતિ નિમિત્તે વલસાડ શહેરના મુખ્ય માર્ગો ઉપર સમસ્ત જૈન સંઘ દ્વારા એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના અગ્રણીઓ અને જૈન બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા.
જૈન ધર્મના લોકો માટે મહાવીર જયંતિ એક મહત્વપૂર્ણ તહેવાર છે. જૈન ધર્મના 24મા અને છેલ્લા આધ્યાત્મિક ગુરૂ ભગવાન મહાવીરના જન્મદિવસને ચિહ્નિત કરવા માટે ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે મહાવીર જયંતિની ઉજવણી 14 એપ્રિલના રોજ કરવામાં આવી છે. જ્યારે ગત વર્ષે લોકોએ 25 એપ્રિલે તહેવારની ઉજવણી કરી હતી. મહાવીર જયંતિ હિંદુ કેલેન્ડરના ચૈત્ર મહિનાના 13મા દિવસે આવે છે.
કોરોનાના કપરા સમયમાં તમામ તહેવારો પર માઠી અસર પડી હતી. ત્યારે હાલ સરકાર દ્વારા વધુ છૂટછાટ આપવામાં આવતા તમામ તહેવારો રંગેચંગે ઉજવવામાં આવી રહ્યા છે. ત્યારે આજરોજ વલસાડ શહેરની અંદર ભગવાન મહાવીર સ્વામી જન્મ જયંતિ નિમિત્તે જૈન ધર્મના અનુયાયીઓ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં જૈન ધર્મના લોકો જોડાયા હતા. વલસાડના વિવિધ વિસ્તારોમાં ડીજેના તાલ સાથે લોકો ઝૂમી ઉઠ્યા હતા. ભગવાન મહાવીર સ્વામી જન્મ જયંતિની ભવ્ય રીતે ઉજવવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.