તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:લ્યો વલસાડમાં પોલીસ હેડક્વાટરના નાક નીચે જુગારનો અડ્ડો, 8 ઝડપાયા

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તીન પત્તીના જુગારમાં 92 હજારના મુદ્દામાલ પોલીસે કબજે લીધો

વલસાડ પોલીસ હેડ ક્વાટર પાસે અંબાજી નગર પાસે સ્ટ્રીટ લાઈટ નીચે 8 ઈસમોને હાર જીતનો જુગાર રમતા સીટી પોલીસની ટીમે ઝડપી પાડ્યા હતા. જુગારીયાઓ પાસેથી રોકડા રૂ. 14070 સાથે મળી કુલ રૂ. 92,570નો મુદ્દામાલ કબજે લીધો હતો.

વલસાડ સીટી પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે પોલીસ હેડ ક્વાટર સામે અંબાજી નગરમાં સ્ટ્રીક લાઈટ નીચે કેટલાક ઈસમો તીન પત્તીનો હાર જીતનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે સીટી પીઆઇ એચજે ભટ્ટ અને પોલીસ જવાનોએ રેડ કરી હતી. જેમાં અંબાજી નગરમાં સ્ટ્રીક લાઈટના અજવાળે કેટલાક ઈસમો ગોળ કુંડાળું કરીને તીન પત્તીનો હાટ જીતનો જુગાર રમી રહ્યા હતા. પોલીસે કોર્ડન કરીને 8 જેટલા જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારીયાઓ પાસેથી રોકડા રૂ. 14,070, 5 મોબાઈલ, 2 બાઈક મળી કુલ 92,570નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે જુગારીયાઓ સામે સીટી પોલીસ મથકે રાજકુમાર કરૂણાશંકરે ફરિયાદ નોંધાવી આગળની તપાસ હાથ ધરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો