તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના મહામારી:વલસાડ અને વાપીમાં વધુ 2 કોરોના પોઝિટિવ કેસ મળ્યા

વલસાડ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાઇવે પર આરોગ્યની રેપિડ ટેસ્ટમાં 1 સંક્રમિત મળ્યો

વલસાડ જિલ્લામાં રવિવારે વધુ 2 કોરોના સંક્રમણના કેસ મળી આવ્યા હતા.આ સાથે હાઇવે પર ચેકિંગમાં રેપિડ ટેસ્ટ કરાતા 1 મુસાફર સંક્રમિત જોવા મળ્યો હતો. વલસાડ જિલ્લામાં હાલમાં ફરીથી ધીમી ગતિએ કોરોના સંક્રમણના કેસ સામે આવી રહ્યા છે.ચાલૂ સપ્તાહમાં સિંગલ ડિજિટમાં કેસો નિકળતાં વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્રએ રેપિડ ટેસ્ટની પ્રક્રિયા પણ તેજ બનાવી છે.

બીજી તરફ રવિવારે વલસાડ તાલુકાના ગોરગામ અને વાપી હરિયા પાર્કમાં મળી 2 કેસ નોંધાયા હતા.આ સાથે વલસાડ હાઇવે પર વાઘલધરામાં વાહન ચેકિંગમાં શંકાસ્પદ મુસાફરનું રેપિડ ટેસ્ટ કરતા પોઝિટિવ માલુમ પડ્યો હતો.આ વ્યક્તિ રાજસ્થાનથી આવ્યો હતો.

ગોરગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના એમઓ દિવ્યેશ પટેલ તથા વાઘલધરા હેલ્થ સેન્ટર દ્વારા ટેસ્ટિંગ માટે કાર્યવાહી હાથ ધરાઇ હતી. રાજ્યના અન્ય જિલ્લાની તુલનામાં વલસાડ જિલ્લામાં કોરોના પોઝિટિવના કેસની સંખ્યા ઓછી રહી છે. જોકે, હજુ પણ તંત્ર દ્વારા સામાજીક દૂરી અને માસ્ક ન પહેરનારા સામે સખત કાર્યવાહી કરવી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...