તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણના પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે.માર્ચમાં સંક્રમણ વધવા સાથે એપ્રિલના પ્રથમ દિવસે જ 17 જેટલા કોરોના પોઝિટિવ કેસો મળી આવતાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.1 એપ્રિલથી 45 થી 59 વર્ષની વય ધરાવતા લોકોને કોરોનાથી સુરક્ષિત રહેવા માટે રસીકરણનો પ્રારંભ કરવા સાથે જ કોરોના પોઝિટિવના કેસોની સંખ્યામાં વધારો થતાં આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્રએ રસીકરણ કરાવવા અપીલ કરી છે.
કોરોનાની બીજી લહેર વધુ ઘાતક હોય તેમ એપ્રિલ માસનો પ્રારંભ કોરોનાના કહેર સાથે થયો છે.માર્ચમાં પ્રથમ દિવસે માત્ર 01 કેસ કોરોના પોઝિટિવનો મળ્યો હતા,પરંતું 1 એપ્રિલે તેનાથી અનેક ગણા વધીને 17 કેસ નોંધાતાં એપ્રિલ માસ ખુબજ જોખમી રહે તેવા સંકેત આ આંકડો જોતા મળી રહ્યો છે.આ સંજોગોમાં લોકોએ કોવિડ-19ના નિયમોનું ખુબ જ સખતાઇથી પાલન કરવાનું જરૂરી બની રહેશે.વલસાડ જિલ્લામાં સૌથી વધુ સંક્રમણ વલસાડ તાલુકામાં થઇ રહ્યું છે.
આ તાલુકામાં કોરોના પોઝિટિવના કેસ માર્ચથી વધવા માડ્યા હતા,જે સિલસિલો હજી જારી રહ્યો છે.વલસાડ તાલુકામાં અત્યાર સુધી એટલે કે છેલ્લા એક વર્ષ દરમિયાન કોરોના પોઝિટિવ કેસોની સંખ્યાનો આંકડો જિલ્લામાં સૌથી વધુ 638 પર પહોંચી ગયો છે.મંગળવારે જિલ્લામાં સપાટી ઉપર આવેલા 17 કોરોનાના કેસો પૈકી સૌથી વધુ વલસાડ તાલુકામાં જ 12 કેસ નોંધાયા છે.જે વલસાડમાં કોરોના સંક્રમણના ફેલાવાની પ્રતીતી કરાવી રહ્યા છે. માર્ચથી સંક્રમણ વધતા એક માસમાં 133 કેસ નોંધાઇ ચૂક્યા છે.
ક્યા કેટલા કેસ નોંધાયા
વલસાડમાં રેલિયા ફ.ડુંગરી 47 પુરૂષ, નનકવાડા 62 સ્ત્રી, ઘડોચી તળાવ 27 પુરૂષ, કમુ બા નિવાસ, હાલર 46 સ્ત્રી, સુલોચના રોહાઉસ,નનકવાડા 11 પુરૂષ, દેસાઇ ફળિયા, મોગરાવાડી 22 સ્ત્રી, તિથલ રોડ 25 સ્ત્રી, અબ્રામા રોડ 56 પુરૂષ, હાલર રોડ 42 પુરૂષ, અબ્રામા 28 પુરૂષ, પાલી હિલ, તિથલ રોડ 38 સ્ત્રી, ધરમપુરરોડ,અબ્રામા 17 સ્ત્રી, પારડીમાં ગોકુલ એપા.રેંટલાવ 25 સ્ત્રી, મોટી કોળીવાડ, પલસાણા 38 પુરૂષ, વાપીમાં ગુંજન 49 પુરૂષ, રાજમોતી એપા.ગુંજન 53 સ્ત્રી, સ્ટેટસ રોહાઉસ,જલારામ સો. 74 પુરૂષ પોઝિટિવ નોંધાયા છે.
દાનહમાં 14 જ્યારે દમણમાં 3 પોઝિટિવ
દાદરા નગર હવેલીમા નવા 14 કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે.પ્રદેશમા હાલમા 124સક્રિય કેસ છે,અત્યાર સુધીમા 1689કેસ રીકવર થઇ ચુક્યા છે અને એક વ્યક્તિનુ મોત થયેલ છે.પ્રદેશમા 348નમૂનાઓ લેવામા આવ્યા હતા.જેમાથી 14 વ્યક્તિનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યા હતો. બે દર્દી રીકવર થતા રજા આપવામા આવી છે. દમણ જિલ્લામાં બુધવારે કોરોના પોઝિટિવના વધુ નવા 3 કેસ આવ્યા હતા જ્યારે 4 દર્દી રીકવર થતાં તેમને રજા આપવામાં આવી છે. દમણમાં હાલમાં કુલ 50 એક્ટિવ કેસ છે જ્યારે અત્યાર સુધીમાં 1438 દર્દી રીકરવ થતાં સૌથી હાઇએસ્ટ રીકવરી રેટ રહ્યો છે.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.