તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માજી પ્રમુખનું અલ્ટિમેટમ:વલસાડમાં મંદિરો ફરતે ડ્રેનેજના ગંદા પાણી ફેલાતા નગરપાલિકા પર મોરચો

વલસાડ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડ્રેનેજ, ખાડા અને અંધકાર યાત્રા કાઢ‌વા માજી પ્રમુખનું અલ્ટિમેટમ

વલસાડના વોર્ડ નં.2 અને વોર્ડ નં.5માં આવેલા મંદિરો ફરતે ડ્રેનેજ લાઇન ઉભરાતા ગંદા પાણી પ્રસરી જવા મામલે પાલિકા પર સ્થાનિક રહીશો અને માજી પ્રમુખે મોરચો માડ્યો હતો. પાલિકા પ્રમુખ,કારોબારી અને ડ્રેનેજ ચેરમેન કોઇ કામ કરતા ન હોવાનો આક્ષેપ કરી બે દિવસમાં ઉકેલ ન આવે તો ડ્રેનેજ,રસ્તાના ખાડા અને બંધ લાઇટ માટે અંધકાર યાત્રા કાઢવાનું અલ્ટિમેટમ આપતાં મામલો ગરમાયો છે.

લોકોના કામો કરવા ચૂંટાયેલા સભ્યો,પ્રમુખ,કારોબારી અને ડ્રેનેજ ચેરમેન ફરકતાં જ નથી. તેવી હૈયાવરાળ સાથે શનિવારે સ્થાનિક રહીશો માજી પ્રમુખ રાજૂ મરચાંની આગેવાનીમાં વલસાડ પાલિકા ઉપર મોરચો લઇને આવી ચઢ્યા હતા અને હૈયાવરાળ ઠાલવી હતી. જો સમસ્યા ઝડપથી ન ઉકેલાય તો આંદોલનની ચિમકી આપી હતી.

પ્રમુખના વોર્ડમાંથી અંધકાર યાત્રા કાઢીશ
વોર્ડ નં.2 અને 5માં મંદિરોની આસપાસ ગંદા પાણી ફેલાયા છે.શ્રાવણ માસને લઇ લોકોને મંદિરે દર્શન માટે જવું મુશ્કેલ બન્યું છે.ભક્તોને ગંદા પાણીમાંથી જવાનો વારો આવ્યો છે.પ્રમુખ,કારોબારી અને ડ્રેનેજ ચેરમેન એવા મળ્યા છે કે પ્રશ્ન ઉકેલવા કોઇ કામ કરતા નથી.બે દિવસમાં કામ કરશે તો પ્રમુખના વોર્ડમાંથી ડ્રેનેજ,ખાડા અને અંધકાર યાત્રા કાઢવામાં આવશે. > રાજૂ મરચાં,માજી પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...