વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના GIDC કોલોની પાસે આવેલી એમ કે મહેતા સ્કૂલ પાસે આવેલા એક બંગ્લામાં અંદાજીત શોર્ટ સર્કિટને લઈને આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ સ્થાનિક લોકોએ વીજ કંપની અને ફાયર ફાઈટરની ટીમને જાણ કરી હતી. ફાયર વિભાગ અને વીજ કંપનીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી હતી. વીજ કંપનીને પાવર સપ્લાય બંધ કર્યા બાદ ફાયર ફાઈટરની ટીમે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. બંગ્લામાં હોલમાં આવેલા ઇલેક્ટ્રિક સ્વીચબોર્ડથી આગ પ્રસરી હોવાનું ફાયર ફાઈટરના જવાનોએ અંદાજો લગાવ્યો છે.
ઉમરગામ GIDC કોલોની પાસે એમ કે મહેતા સ્કૂલ નજીક આવેલા એક બંગ્લામાં અંદાજિત શોર્ટ સર્કિટને લઈને આગ ભભૂકી ઊઠી હતી. રસ્તા ઉપર પસાર થતાં રાહદારીઓ અને સ્થાનિક લોકોએ બંગલામાંથી ધુમાડો નીકળતા અને આગ લાગતા જોઈ, તાત્કાલિક ઉમરગામ ફાયર ફાઈટરની અને વીજ કંપનીની ટીમને બનાવની જાણ કરી હતી. ઉમરગામ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમે અને વીજ કંપનીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. વીજ કંપનીની ટીમે બંગલામાં જતો વીજ પ્રવાહ બંધ કર્યા બાદ ફાયર ફાઈટરની ટીમે આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. અડધા કલાકની ભારે જહેમત બાદ ઉમરગામ ફાયર ફાઈટરની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. બંગલાના હોલમાં થયેલા શોર્ટ સર્કિટને લઈને આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન ફાયરની ટીમે લગાવ્યું છે. બનાવ અંગે ઉમરગામ પોલીસની ટીમને જાણ થતા, ઉમરગામ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વાહન વ્યવહાર સામાન્ય કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.