દાનહ ડિઝાસ્ટર વિભાગ અને ફાયર વિભાગે ખાનવેલ ચૌડા ગ્રાઉન્ડ ખાતે કંપનીઓના સહયોગથી મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેદાન નજીક અચાનક આગ લાગતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા ઇમરજન્સી સાયરન વાગતા સમગ્ર વિસ્તારમાં દાડધામ મચી ગઈ હતી.આગનો મેસેજ મળતા ફાયર વિભાગ અને 108ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોચી હતી. ફાયર ફાયટર અને 108સમયસર આવી જતા સમગ્ર ઘટનાને મોકડ્રિલ હોવાનું જાણવા મળ્યું હતું.
ફાયર યુનિટ અને સ્થાનિક ડિઝાસ્ટર વિભાગે આ મોકડ્રિલ થકી આગ જેવી ઘટનામાં કેવા પ્રકારના ફાયર સેફટીના સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે તેનું નિદર્શન કરી જો તમારી પાસે ફાયરના સાધનો હોય તો નાની આગ મોટી આગ પર કેવી રીતે કાબૂ મેળવી શકાય છે તેની જાણકારી આપી હતી. મોકડ્રિલનું નિરીક્ષણ આરડીસી ચાર્મી પારેખ અને ખાનવેલ આરડીસીએ કરી સંતોષ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ દરમ્યાન ડિઝાસ્ટર વિભાગના અધિકારી,ફાયર વિભાગના અધિકારી કર્મચારી સહિત કંપનીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.