તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગ:સંઘપ્રદેશ દમણના મશાલ ચોક વિસ્તારમાં આવેલી કાપડની એક દુકાનમાં આગ લાગતા કપડાનો જથ્થો બળીને ખાક થયો

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન

વલસાડ જિલ્લાની નજીક આવેલા સંઘ પ્રદેશ દમણમાં શોર્ટ સર્કિટને કારણે એક કાપડની દુકાનમાં લાગેલી આગમાં કપડાનો જથ્થો બળીને ખાક થઈ ગયો છે. સ્થાનિક લોકો અને ફાયર ફાઈટરની ટીમને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળાવવાનો પ્રયાસ કર્યો હતો.

વલસાડ જિલ્લાને અડીને આવેલા નાની દમણમાં આવેલી એક કાપડની દુકાનમાં શોર્ટસર્કિટને બુધવારે સવારે આગ લાગી હતી. દુકાનમાં અચાનક આગ લાગવાની ઘટના બનતા દુકાનમાં અને આજુબાજુના વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક દમણ ફાયર વિભાગની ટીમને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. દમણ સોમનાથ ફાયર વિભાગની 2 ગાડી ઘટના સ્થળે પોંહચી પાણીનો મારો ચલાવી આગ ઉપર મેળવ્યો કાબુ મેળવ્યો હતો.

ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની કે કોઈ ને પણ ઇજાઓ થવા પામી નથી. ઘટના ને પગલે આસપાસના વિસ્તારોના રહીશોની સાથે રસ્તા ઉપર થી પસાર થતા લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. શોર્ટ સર્કિટને લીધે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન ફાયર વિભગની ટીમે લગાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...