ભીષણ આગ:વાપીના બલિઠા ખાતે ભંગારના અને ફરસાણના ગોડાઉનમાં આગ લાગી, એક કાર પણ બળીને ખાખ

વલસાડ24 દિવસ પહેલા
  • ફાયર વિભાગની ચાર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો

વલસાડ જિલ્લાના વાપીના બલિઠા ખાતે આવેલા ભંગારના ગોડાઉનમાં અને ફરસાણના ગોડાઉનમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગની ઘટનાને લઈને ભંગારના ગોડાઉનમાં અને ફરસાણના ગોડાઉનમાં ગોડાઉન સંચાલકને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જ્યારે આગની ચપેટમાં એક કાર પણ બળીને ખાખ થઈ હતી. આગની જાણ વાપી ફાયર વિભાગને કરાતાં ફાયર વિભાગની ચાર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.

વલસાડ જિલ્લામાંથી આગ લાગવાની ઘટના છાસવારે સામે આવતી હોય છે. ત્યારે આજે વધુ એક આગ ભંગારના ગોડાઉનમાં અને ફરસાણના ગોડાઉનમાં લાગવાની ઘટના સામે આવી છે. બેથી ત્રણ ગોડાઉનમાં આગ લાગતા ગોડાઉનમાં મુકેલો સામાન બળીને ખાખ થયો હતો. આ ઉપરાત એક કાર પણ બળીને ખાખ થઇ હતી. જોકે, ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...