તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:​​​​​​​વલસાડના ધમડાચીમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં ભયાવહ આગ ફાટી નીકળી, ફાયરબ્રિગેડ ઘટના સ્થળે

વલસાડ5 મહિનો પહેલા
પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં આગ ફાટી નીકળતા ધૂમાડા ઊંચે સુધી ઉઠ્યાં હતાં. - Divya Bhaskar
પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં આગ ફાટી નીકળતા ધૂમાડા ઊંચે સુધી ઉઠ્યાં હતાં.
  • દિવાળીની રજા હોવાથી કંપનીમાં કામદારો ન હોવાથી ઈજા જાનહાનિ ટળી

વલસાડ નજીક આવેલા ધમડાચીના પીરૂ ફળિયામાં પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં આગ ફાટી નીકળી છે. દિવાળીના દિવસે સવારના સમયે શોર્ટ સર્કિટથી લાગેલી આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. કંપનીમાં રહેલા પ્લાસ્ટિકના દાણા સળગવા લાગતાં ધૂમાડા ઊંચે સુધી ઉઠ્યાં છે. જેથી આસપાસમાં ભયનો માહોલ પેદા થયો છે. આગ લાગ્યાનો કોલ મળતાં જ ફાયરબ્રિગેડ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. બીજી તરફ પોલીસ કાફલા દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે ફાયરબ્રિગેડને કોઈ અડચણ ન આવે તે માટે કંપની તરફ જતો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે.

કંપનીમાં આગ લાગતાં આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
કંપનીમાં આગ લાગતાં આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

કોઈ ઈજા જાનહાનિ નહી
ધમ઼ડાચીના પીરૂ ફળિયામાં આવેલા પ્લોટ નંબર 542માં આવેલી જે.પી.એન્ટરપ્રાઈઝમાં દિવાળીના દિવસે સવારે અગમ્યકારણોસર આગ ફાટી નીકળી હતી. આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આસપાસના વિસ્તારોમાં ભયના માહોલ સાથે દોડધામ મચી ગઈ હતી.

ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનું શરૂ કર્યું હતું.
ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનું શરૂ કર્યું હતું.

આગને આગળ વધતી અટકાવાઈ
ફાયરબ્રિગેડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આગ પ્લાસ્ટિકના દાણામાં લાગી હોવાથી કાળા ધૂમાડા નીકળી રહ્યાં છે. આગ પર પાણીનો મારો ચલાવીને આગળ વધતી અટકાવીને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યાં છે. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક તબક્કે કહી શકાય છે.

રજા હોવાથી કામદાર નહોતા
જે.પી.એન્ટરપ્રાઈઝ કંપનીમાં દિવાળીની રજા હોવાના કારણે કામ બંધ હોવાથી કામદારો નહોતા. જેના કારણે સદનસીબે આગ લાગી ત્યારે કોઈ ઈજા જાનહાનિ સર્જાઈ નથી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો