તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેતીની હેરાફેરી:વલસાડથી મુંબઇ લઇ જવાતી ટ્રકના કિસ્સામાં 2.03 લાખનો દંડ ફટકાર્યો

વલસાડ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વલવાડાની પરમીટ છતાં વલસાડ કાંઠા વિસ્તારમાંથી રેતીની હેરાફેરી થઇ હતી

વલસાડ પોલિસે 5 ફેબ્રુઆરીએ એક ટ્રકમાં રેતી ભરીને મુંબઇ લઇ જવાતા છીપવાડ પાસેથી ઝડપી પાડી હતી.આ ટ્રકના ચાલક પાસે ચીખલીના વલવાડાની રેતીની પાસ પરમીટ હોવા છતાં વલસાડ કાંઠા વિસ્તારમાંથી રેતી ભરીની હેરાફેરીના કેસમાં પોલિસે કાર્યવાહી કરી ખાણખનિજ ખાતાને સુપરત કરી હતી.જેની તપાસ બાદ જ્યાંથી રેતી ભરાઇ હતી તે પ્લાન્ટના સંચાલકને ખાણ ખનિજ વિભાગે રૂ.2.03 લાખનો દંડ ફટકાર્યો છે.

વલસાડના હનુમાનભાગડા પીચિંગ પાસેથી મહારાષ્ટ્ર પાસિંગની એક ટ્રકને સિટી પોલિસના કોન્સ્ટેબલ રવિન્દ્ર વસાવાએ રોકી ઝડતી લેતાં તેમાંથી રેતીનો જથ્થો મળી આવ્યો હતો.તપાસ કરતા આ ટ્રક પાસે ચીખલી બલવાડાની રોયલ્ટી પાસ પરમીટ હતી,પરંતું વલસાડના હનુમાન ભાગડા ખાતેથી રેતીના પ્લાન્ટમાંથી રેતીનો જથ્થો પ્લાસ્ટિકના કોથળામાં પેક કરીને મહારાષ્ટ્રના પાસિંગની ટ્રકમાં ભરીને મુંબઇ લઇ જવામાં આવતા પોલિસે ટ્રક કબજે લઇ ખાણખનિજને સોંપાઇ હતી.જેની લાંબી તપાસ બાદ ખાણ ખનિજ વિભાગે હનુુમાનભાગડાના રેતી પ્લાન્ટ પર ચેકિંગ કાર્યવાહી હાથ ધરતાં 578 મે.ટન જથ્થો મળી આવ્યો હતો.

આ કેસમાં સંચાલક ધનશ્યામ ગુપ્તાના પ્લાન્ટની તપાસ સ્ટોક અને પાસ પરમીટ વિગેરેની તપાસ બાદ વિભાગે રૂ.2.03 લાખનો દંડ કર્યો છે.

પ્લાસ્ટિકના કોથળામાં પેક કરી હેરાફેરી
વલસાડ તાલુકાના કાંઠા વિસ્તાર કોસંબા, હનુમાન ભાગડા, દાંતી, દેલી, દાંડી,ધરાસણા,ડુંગરી જેવા વિસ્તારોમાંથી બેરોકટોકપણ દરિયામાંથી રેતી કાઢી માફિયાઓ મુંબઇ નાસિક સુધી રેતીનું વહન કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. લીલાપોર, હનુમાનભાગડા, કોસંબા, નંદાવલા,ગુંદલાવ,સરોધી,કુંડી,ચીખલા હાઇવે કે અન્ય જગ્યાએ રેતીના પ્લાન્ટોમાં પ્રોસેસ કરી મુંબઇ લઇ જવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો