લાંબા વિરામ બાદ વરસાદ:વલસાડ જિલ્લામાં શનિવારે વરસાદ પડતા ખેડૂતોમાં આનંદની લાગણી

વલસાડ2 વર્ષ પહેલા

વલસાડ જિલ્લામાં લાંબા વિરામ બાદ મેહુલિયાએ દસ્તક આપી છે. શનિવારે સવારથી વરસાદી વાતાવરણ બની ગયું હતું. ચોમાસુ ખેંચાઈ જતા વલસાડ જિલ્લાના ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા. ડાંગર શાકભાજી સહિતના ખેતીના પાકોમાં નુકશાની થકવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી હતી. સવારથી વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

વલસાડ જિલ્લામાં શનિવારે વહેલી સવારથી જ વરસાદી માહોલ બની ગયો હતો. વલસાડ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વરસાદ લંબાઈ ગયો હતો. જેને લઈને ખેતી ઉપર નભતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા. વલસાડ જિલ્લામાં છેલ્લા એક માસથી વરસાદ થંભી ગયો હતો. જેને લઈને ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા. વલસાડ જિલ્લામાં મુખ્ય પાક એવા શેરડી અને ડાંગર સહિત શાકભાજીના પાકો ઉપર નભતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા. શનિવરે સવારથી વરસાદી વાર્તાવરણ બનતા ખેતી ઉપર નભતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...