• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • A Family Traveling From Mumbai To Surat Was Engaged In An Accident Near Dungri. The Driver Lost Control Of The Steering Wheel And The Car Overturned, Injuring 6 People.

અકસ્માત:મુંબઈથી સુરત સગાઈમાં જઈ રહેલા પરિવારને ડુંગરી પાસે નડ્યો અકસ્માત, કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલ્ટી, 6 લોકો ઈજાગ્રસ્ત

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 108 ની મદદ વડે ઈજાગ્રસ્ત તમામને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા

વલસાડના ડુંગરી પાસે મુંબઈથી સુરત જતી ઈનોવા કારને અકસ્માત નડ્યો હતો. કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત થયો હતો. જેમાં કારમાં સવાર 7 લોકો પૈકી 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. સ્થાનિક લોકોએ 108 ની મદદ વડે ઈજાગ્રસ્ત તમામને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

અયોધ્યામાં રહેતા પ્રવિણ કુમાર સિંગ, સુરત રહેતા તેમના સાઢુની દિકરીની સગાઈ માટે પરિવારના સભ્યો સાથે અયોધ્યાથી મુંબઈ આવ્યા હતા. ત્યારબાદ મુંબઈથી સાઢુ ભાઈની કારમાં સુરત જઈ રહ્યા હતા. આ દરમિયાન ડુંગરી હાઇવે ઉપર કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલ્ટી ગઈ હતી. જેથી કારમાં સવાર 7 લોકો પૈકી 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

આ અકસ્માતને લઈ રાહદારીઓ અને સ્થાનિક લોકોએ 108 ની ટીમને અને ડુંગરી પોલીસને બનાવની જાણ કરી હતી. 108 ની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કારમાં સવાર ઇજાગ્રસ્તોને વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. ઇજાગ્રસ્તોની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. બનાવ અંગે ડુંગરી પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...