વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના વલવાળા ખાતે રહેતા અને બંગલી ફળિયામાં છૂટક વેપાર કરતો વેપારી 6ઠી ડિસેમ્બરે પત્ની અને 2 બાળકો સાથે ગુમ થઈ ગયો હતો. પરિવારમાં વૃદ્ધ માતાએ આજુબાજુના પાડોશીઓ મદદ મેળવી દીકરા અને તેની પત્ની તથા 2 બાળકોની શોધખોળ હાથ ધરી હતી. ક્યાંય પતો ન લાગતા વેપારીની માતાએ ભિલાડ પોલીસ મથકે દીકરો તેની પત્ની અને 2 બાળકો સાથે ગુમ થયો હોવાની નોંધ કરવી હતી. પોલીસે નોંધ લઈ આગળની તપાસ હાથ ધરી હતી.
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના વલવાડા ગામમાં બંગલી ફળિયા ખાતે રહેતા 32 વર્ષીય ધર્મેશ મનુભાઈ ધોડી છૂટક વેપારી કામ કરતા હતા. તા. 6 ડિસેમ્બરના રોજ બપોરે 1-30 કલાકે પત્ની રૂપમતી ઉ.વ.30, પુત્રી રોશની ઉ.વ.4 અને પુત્ર હિતીક ઉ.વ.3 સાથે પોતાના ઘરેથી ક્યાંક ચાલી ગયા હતા. મોડી સાંજ સુધી તેઓ ઘરે પરત નહીં ફરતા પરિવારજનોએ ભીલાડ પોલીસ મથકે જાણ કરી હતી. જેથી પોલીસે ધર્મેશભાઈ પત્ની અને બે સંતાન સાથે ગુમ થયા અંગેની નોંધ કરી હતી. પોલીસે ધર્મેશના ફોન નં. 96871 31610 ઉપર કોલ કરતા ફોન પણ બંધ આવતો હતો. ગુમ થનાર ધર્મેશ શરીરે મધ્યમ બાંધો, રંગે ઘઉંવર્ણ અને ઉંચાઈ આશરે સાડા પાંચ ફૂટ ધરાવે છે. શરીરે બ્લ્યુ કલરની લાંબા બાંયવાળી ટીશર્ટ તેમજ બ્લ્યુ કલરનો નાઈટ પેન્ટ પહેરેલો હતો. રૂપમતી શરીરે મધ્યમ બાંધાની, રંગે ઘઉંવર્ણ અને ઉંચાઈ આશરે સાડા ચાર ફૂટ ધરાવે છે. જેણે શરીરે કાળા કલરની નાઈટી પહેરેલી હતી. પુત્રી રોશનીએ બ્લ્યુ કલરનું ફ્રોક અને પુત્ર હિતીકે કાળા રંગની ટીશર્ટ અને કાળા રંગની ચડ્ડી પહેરેલી છે. ગુમ થનાર પરિવાર ગુજરાતી ભાષા બોલે છે. જેને પણ આ પરિવારની ભાળ મળી આવે તો ભીલાડ પોલીસ મથકનો સંપર્ક સાધવા જણાવાયું છે. ભિલાડ પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરતા ધર્મેશ અગાઉ પણ કોઈને કહ્યા વગર ઘરેથી જતો રહ્યો હતો. અને થોડા દિવસો બાદ ધર્મેશ પરત આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.