જાનહાનિ ટળી:પારડી નેશનલ હાઇવે પર ચાલતું ડમ્પર સાઇડમાં આવેલા ગેરેજમાં ઘૂસી ગયું, એક રિક્ષાને પણ નુકસાન

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાલકે પોતાનુ વાહન બેફામ હંકારી બે વાહનોને નુકશાન કર્યું

વલસાડના પારડી નેશનલ હાઇવે-48 પર આજે વહેલી સવારે એક ડમ્પર ચાલકે પોતાનુ વાહન બેફામ ચલાવી રોડની સાઇડમાં આવેલા ગેરેજમાં ઘૂસી ગયો હતો. જેમાં ગેરેજમાં પડેલી કારનો ભુક્કો બોલાવી દીધો બતો અને એક રિક્ષાને પણ અડફેટે લીધી હતી. જોકે, આ અકસ્માતમાં સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી.

પારડી ને.હા. નં 48 પર આજે વહેલી સવારે વાપીથી વલસાડ તરફ જતા હાઇવેની રેલિંગ તોડી ભાજપ કાર્યાલયની બાજુમાં ડમ્પર ચાલકે ગરેજમાં મુકેલી કાર ભુક્કો બોલાવ્યો હતો. તેમજ સર્વિસ રોડ પર જતી અન્ય એક રિક્ષાને અડફેટેમાં લીધી હતી. સદનસીબે સવારના સમયે વાહનોની અવર જવર ઓછી હોવાને લીધે મોટી દુર્ઘટના થતા બચી જવા પામી હતી.

પારડી હાઇવે પર ડમ્પર (નં GJ-21-W-3106)ના ચાલક પૂર ઝડપે ગફલત ભરી રીતે વાહન હંકારી હાઇવે રેલિંગ તોડી રીક્ષા (GJ-15-XX-2240)ને ટક્કર મારી શ્રી એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલા ગરેજમાં મુકેલી કારનો ભુક્કો બોલાવ્યો હતો. ડમ્પરે બે વાહનોને નુકશાન કરતા સેન્ટરો કારને ભારે નુકશાન થયું હતું, સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને બોલાવી ડમ્પર ચાલકને પોલીસના હવાલે કર્યો હતો.

અકસ્માતમાં મોટી દુર્ઘટના થતા આજે બચી જવા પામે હતી. જોકે, હાઇવે પર ચાલતા લોકલ ડમ્પર ચાલક બેફિકર રીતે વાહન હંકારતા અકસ્માતના બનાવો વધતા જતા હોય છે. ત્યારે આવા ડમ્પર ચાલક સામે RTO અધિકારી તેમજ પોલીસ તેઓ સામે કડક પગલા ભારે એવી લોકોમાં માંગ ઉઠવા પામી છે. પારડી પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...