અકસ્માત:ડુંગરી બેરવાડમાં બે બાઇક અથડાતા એક ચાલકનું મોત

પારડી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રોડ ક્રોસ કરતા બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો

પારડી તાલુકાના ડુંગરી ગામે બેરવાડ ફળીયામાં રહેતા સુમનભાઈ લલ્લુભાઈ કોળી પટેલ ઉંમર વર્ષ 55 જે આજરોજ પોતાની સ્પ્લેન્ડર બાઈક નંબર GJ15AJ7282 ને લઈ ઘરે થી નોકરી જવા નીકળ્યા હતા ત્યારે ડુંગરી બેરવાડ ગણેશ ફાર્મની સામે ઓરવાડ થી પરિયા તરફ જતો રોડ ક્રોસ કરતા હતા તે વેળા હોન્ડા સાઈન બાઈક નંબર GJ15DN9164 નો ચાલક હિરેન દુર્લભભાઈ દેસાઈ ઉવ 23 રહે પરિયાગામ દેસાઈવાડ પુર ઝડપે બાઇક હંકારી લાવતા બંને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં બીજા બાઇક ચાલક સુમનભાઈ પટેલને ગંભીર ઈજા પહોંચી હતી જેને સારવાર માટે 108માં પારડીની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે સુમન ભાઇને મૃત જાહેર કર્યો હતો. આ સમગ્ર મામલે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે બાઇક ચાલક હિરેન દેસાઈ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. જોકે જાણવા મળેલી વિગતો અનુસાર આ હિરેન દેસાઈ પારડી પોલીસ મથકે GRD વિભાગમાં ફરજ બજાવતો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.

અન્ય સમાચારો પણ છે...