• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • A District Level Program Was Held At Atul In The Presence Of Valsad Collector Kshipra Agre, Contestants Participated In A Total Of 23 Competitions.

કલા મહાકુંભ:વલસાડ કલેકટર ક્ષિપ્રા આગ્રેની ઉપસ્થિતિમાં અતુલમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો, કુલ 23 સ્પર્ધાઓમાં સ્પર્ધકોએ ભાગ લીધો

વલસાડ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ ત્રણ નંબરે વિજેતાઓને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા

ગુજરાત સરકારશ્રીના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજીત વલસાડ જિલ્લા યુવા વિકાસ અધિકારી હિમાલીબેન એમ.જોષી દ્વારા સંચાલિત જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ 2022-23 તા.2 અને 3 સપ્ટેમ્બરના રોજ અતુલ ગ્રામપંચાયતના હોલ ખાતે 6 ભાગમાં યોજવામાં આવ્યો હતો. ગાયન, નૃત્ય, વાદન, અભિનય, સાહિત્ય અને કલા વિભાગ ક્ષેત્રે 3 વયજુથમાં કુલ 23 સ્પર્ધા યોજવામાં આવી હતી.

વલસાડ જિલ્લા કક્ષાનો કલ મહાકુંભ વલસાડ તાલુકા ના અતુલ ગ્રામપંચાયત હોલ ખાતે વલસાડ જિલ્લાના કલાકારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વલસાડ જિલ્લાના કલેકટર ક્ષિપા એસ.આગ્રે, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.ડી.બારિયા, જિલ્લા રમત ગમત અધિકારી દિનેશકુમાર પી.નાડોદા, સરપંચ વી.ટી.નાયકા તેમજ અતુલ કંપનીના મેનેજર ગૌતમ દેસાઈએ દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. જેમાં તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં વિજેતા થયેલા કલાકારો તેમજ સીધી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં કલાકારોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. જિલ્લા કક્ષામાં પ્રથમ વિજેતા થયેલા કલાકારો દક્ષિણ ઝોન કક્ષામાં ભાગ લેવા જશે. જિલ્લા કક્ષાએ પ્રથમ, દ્વિતીય, તૃતીય વિજેતા કલાકારોને રોકડ– પુરસ્કાર તેમજ પ્રમાણપત્રો આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...