મતદાન:જિલ્લામાં પુરૂષ અને સ્ત્રી મતદારોના સરેરાશ રેશિયોમાં 1.61 ટકાનો ફરક

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘરનું બજેટ સંભાળતી મહિલા મતદારો ચૂંટણીના મતદાનમાં નિર્ણાયક

વિધાનસભાની ચૂંટણી-2022નો વાયરો ફેલાયો છે ત્યારે જિલ્લામાં રાજકીય પક્ષો દ્વારા ઝંઝાવાતી પ્રચારનો દૌર શરૂ થઇ ચૂક્યો છે.1 ડિસેમ્બર 2022ના રોજ યોજાનારી વલસાડ જિલ્લાની 5 વિધાનસભા બેઠકના મતદાર વિભાગોમાં સ્ત્રી મતદાર અને પુરૂષ મતદારના રેશિયોમાં ખુબ ઓછો તફાવત જોવા મળતા મહિલા મતદારોનું મહત્વ જરાય ઓછું નથી.બંન્ને વચ્ચેનો સરેરાશ રેશિયો તફાવત માત્ર 1.61 ટકા જેટલું રહ્યો છે. વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે વલસાડ જિલ્લામાં ચૂંટણી વિભાગ દ્વારા તમામ તૈયારીઓને ઓપ આપી દેવામાં આવ્યો છે. તમામ હરીફ ઉમેદવારો,નેતાઓ વલસાડ જિલ્લાની 5 વિધાનસભા બેઠકો ઉપર નોંધાયેલા 1326464 જેટલા મતદારો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. હાલના સંજોગોમાં સ્ત્રી મતદારોનું દરેક રાજકીય પક્ષો માટે ખુબ મોટુ મહત્વ લેખાવવામાં આવી રહ્યું છે.

વલસાડ જિલ્લામાં પુરૂષની સરખામણીમાં સ્ત્રી મતદારો

વિધાનસભા બેઠકપુરૂષ સ્ત્રીકુલ
178-ધરમપુર125245125801251046
179-વલસાડ133422

130854 264278

180-પારડી136738122524259267
181-કપરાડા135275131195266475
182-ઉમરગામ151902133493285398
કુલ6825826438671326464

પુરૂષ- સ્ત્રી મતદારોના રેશિયોની ટકાવારી

વિધાનસભા બેઠકપુરૂષસ્ત્રી
178-ધરમપુર65.0566.03
179-વલસાડ68.2270.58
180-પારડી58.2861.59
181-કપરાડા61.3861.22
182-ઉમરગામ65.366.59
કુલ સરેરાશ રેશિયો63.4565.06

અન્ય સમાચારો પણ છે...