ઉમરગામ:વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના માલવણના દરિયા કિનારે એક મૃત વ્હેલ માછલી મળી આવી

વલસાડ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વનવિભાગે સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી

વલસાડ જિલ્લાના ઉમરગામ દરિયાકિનારે આવેલા માલવણના માંગેલાવાડ નજીક દરિયા કિનારા પર એક મૃત વ્હેલ માછલીનો અર્ધ મૃતદેહ ડીકમ્પોઝ હાલતમાં મળી આવ્યો હતો.

ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોના ટોળા કિનારે એકઠા થયા હતા છે. મહાકાય વ્હેલ માછલીનો ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેની સ્થાનિક અગ્રણીઓ અને વન વિભાગની ટીમને જાણ થતાં વન વિભાગની ટીમ પર દરિયાકિનારે પહોંચી હતી. મહત્વપૂર્ણ છે કે થોડા દિવસ અગાઉ ઉમરગામના માલવણના દરિયા કિનારે એક મૃત ડોલ્ફિનનો મૃતદેહ મળ્યો હતો. ત્યાર બાદ હવે આ મૃત વ્હેલ માછલીનો મૃતદેહ મળવાની ઘટનાને કારણે વનવિભાગે સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...