વલસાડમાં શ્રાવણના પ્રથમ સોમવારે પ્રાચીન ગણાતા તડકેશ્વર મહાદેવ મંદિરે શ્રધ્ધા સાથે સારી સંખ્યામાં ભક્તો શિવજીના દર્શને આવી પહોંચ્યા હતા.કતારમાં ઉભા રહી કોવિડ ગાઇડલાઇનના પાલન સાથે ભક્તોએ શાંતિપૂર્ણ રીતે દર્શન કર્યા હતા. આ સાથે સાધુસંતો પણ પહોંચ્યા હતા.જો કે ગર્ભગૃહમાં કોઇને પ્રવેશ અપાયો ન હતો.
વલસાડમાં 700 વર્ષ પૂરાણા પ્રાચીન તડકેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે મંદિર ખુલ્લું કરવામાં આવતા સોમવારે ભક્તો આસ્થા સાથે દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા.ટ્રસ્ટી મંડળ દ્વારા ભક્તોને પરિસરમાં પહોંચ્યા બાદ બહારથી દર્શનની પરવાનગી અપાઇ હતી.કોવિડના કારણે મંદિરના ગર્ભગૃહ સુધી કોઇ ભક્તોને અગાઉથી નહિ પ્રવેશવાના નિર્ણયનો અમલ કરવામાં આવ્યો હતો.
મંદિરના વ્યવસ્થાપક કાર્યકરો,પૂજારી અને ટ્રસ્ટી મંડળ દ્વારા શ્રાવણ માસના કારણે મંદિરમાં દર્શન માટેની વ્યવસ્થાને પૂર્ણ કરી લીધી હતી અને તે અનુસાર કોઇપણ ભક્તજનોને કોઇ મુશ્કેલી ન પડે તે રીતે બહારથી દર્શન કરી શકે તેવી બાબત પર વધુ ધ્યાન આપવામાં આવ્યું હતું.જેને લઇ ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
ભીડભંજન- ભુલેશ્વર મહાદેવ મંદિરમાં પણ દર્શન
વલસાડમાં ભીડભંજન મહાદેવ મંદિર અને હાલરમાં ભુલેશ્વર મહાદેવ મંદિરમાં પણ ભક્તોએ પહોંચી શ્રાવણના પ્રથમ સોમવારે દર્શન કર્યા હતા.ખુબજ આસ્થા અને શ્રધ્ધા સાથે ભકતો પૂજા અર્ચના અને પ્રાર્થના કરી સંતુષ્ટ થયા હતા.કોરોનાથી ભગવાનના દર્શનથી દૂર રહેલા ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.મંદિરમાં દર્શન માટે તમામ વ્યવસ્થા કરાઇ હતી અને કોવિડ ગાઇડલાઇનનું પણ પાલન કરાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.