ક્રાઈમ:મુંબઈથી આવેલા કોસંબાના યુવાન સામે ગુનો નોંધાયો, ચેકપોસ્ટ ક્રોસ કરવા ટ્રેક પર ચાલીને આવ્યો

વલસાડ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડ કોસંબાના કીર્તિવર્ધન ટંડેલ 18મેના રોજ કીર્તિવર્ધન ટંડેલ મુંબઈથી તલાસડી સુધી બસમાં આવ્યા હતા. ત્યાંથી રેલવે ટ્રેક પર ચાલતા ભીલાડ આવી હાઇવે પરથી ખાનગી વાહન મારફતે 19મી મે ના રોજ  વલસાડ આવી પહોંચ્યા હતા. કોસંબા ઘરે પહોંચીને સરપંચને અને આરોગ્ય વિભાગને જાણ કરી હતી. આરોગ્ય વિભાગે કોરેન્ટાઇનમાં રહેવા સૂચના આપી હતી. મંગળવારે કોરોના પોઝીટીવ આવ્યો હતો. સીટી પોલીસે રાજ્યમાં પ્રવેશવાની સક્ષમ અધિકારીની પરવાનગી વગર પ્રવેશવા અને રાજ્યની બોર્ડર પર આરોગ્ય વિભાગની ટીમને ચેકઅપ કરાવ્યા વગર વલસાડમાં પ્રવેશી ગુનો કરવા બદલ કીર્તિવર્ધન ટંડેલ સામે ગુનો નોંધી તપાસ હાથ છે.

અન્ય સમાચારો પણ છે...