• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • A Crime Was Registered Against A Youth Who Came To Vagsad's Village Rabda To Cast Bogus Votes In The Gram Panchayat Elections

બોગસ વોટિંગનો મામલો:વલસાડના રાબડા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બોગસ વોટિંગ કરવા આવેલા યુવાન સામે ગુનો નોંધાયો

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રીસાઈડિંગ અધિકારીએ રૂરલ પોલીસ મથકે FIR નોંધાવી

વલસાડ જિલ્લાની 300 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી જિલ્લાના 955 મતદાન મથકો ઉપર યોજાઈ હતી. ગ્રામ પંચાયતની ચૂંટણીમા અનેક જગ્યા ઉપર વલસાડ તાલુકામાં વિવાદ થયો હતો. ત્યારે વલસાડના રાબડા ગામે પ્રાથમિક સ્કૂલના મતદાન મથકે ઉમેદવારના એજન્ટ દ્વારા એક મતદારના મતદાન સામે વાંધો લેવાયો હતો. BLOએ ચકાસણી કરતા બોગસ મતદાર સામે આવ્યો હતો. મતદાન પૂર્ણ થયા બાદ બોગસ મતદાર સામે રૂરલ પોલીસ મથકે FIR નોંધાવી હતી. પોલીસે FIRના આધારે બોગસ મતદારની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી.

વલસાડ જિલ્લાના 300 ગામોના સરપંચ અને વોર્ડ સભ્યોની સામાન્ય ચૂંટણી 19 ડિસેમ્બરે યોજાઈ હતી. વલસાડ તાલુકામાં અને અન્ય તાલુકાઓમાં નાની મોટી ફરિયાદો ઉઠી હતી. વલસાડ તાલુકાના રાબડા ગામની પ્રાથમિક શાળાના મતદાર મત આપવા આવતા તેનું મતદાન તેનો ભાઈ જ બોગસ મતદાન કરી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. વલસાડ રૂરલ પોલીસે યુવક સામે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

ગ્રામ પંચાયત ની ચૂંટણી વલસાડ જિલ્લામાં યોજાઈ જેમાં 79.49% જેટલું જંગી મતદાન યોજાયું ત્યારે વલસાડ તાલુકાના રાબડા ગામે સ્કૂલ ફળીયા પશ્ચિમ પાંખ બુથ નંબર 1 ઉપર રાબડા ગામે કરણ ધીરુભાઈ રાઠોડ પોતાનું મતદાન કરવા ગયો હતો. મતદાન મથકે પહોંચતા તેનું મતદાન થઈ ગયું હોવાનું સામે આવ્યું હતું. જેથી મતદાન મથકના પ્રીસાઈડિંગ અધિકારીએ ક્રોસ તપાસ હાથ ધરી હતી. જેમાં ઉપર કરણનું મતદાન બાકી હોવાનું અને તેની જગ્યાએ અરૂણ ધીરુભાઈ રાઠોડ નામ બદલીને કરણની જગ્યાએ મતદાન કરી ગયો હોવાનું સામે આવ્યું હતું. રાબડા ગામના મતદાન મથકે અરુણ રાઠોડે જ કરણ ધીરુભાઈ રાઠોડ નામની ઓળખ આપીને મતદાન કરી ગયો હોવાનું સામે આવ્યો હતો. રાબડા ગામના પ્રીસાઇડિંગ અધિકારી સમક્ષ વાંધો રજૂ કર્યો હતો. કરણ રાઠોડની જગ્યાએ મતદાન કરી જનાર અરુણ રાઠોડ સામે રૂરલ પોલીસ મથકે FIR નોંધાવી હતી. વલસાડ રૂરલ પોલીસે બોગસ મતદાન કરી જનાર અરુણ રાઠોડ સામે FIR નોંધી આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...