કન્ટેનર બળીને ખાખ:વલસાડ હાઇવે ઉપર હરિયાણા જતા કન્ટેનરમાં આગ લાગી, ફાયર જવાનોએ મુંબઇ-અમદાવાદ હાઇવે બંધ કરાવ્યો

વલસાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના પારડીના મોતીવાડા ગામ પાસે નેશનલ હાઈવે 48 ઉપર હરિયાણા જતા એક કન્ટેનરને અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ અન્ય વાહન ચાલકોએ કન્ટેનર ચાલકને કરતા કન્ટેનર ચાલક કન્ટેનર હાઈવેની સાઈડ ઉપર કન્ટેનર મૂકી ભાગી ગયો હતો. ઘટનાની જાણ સ્થાનિક લોકો અને રાહદારીઓને થતા રાહદારીઓ તાત્કાલિક પારડી ફાયર ફાઇટર અને પારડી પોલીસને ઘટનાની જાણ કરી હતી. પારડી ફાયર ફાઈટરની ટીમને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. કન્ટેનરમાંથી બ્લાસ્ટ થતા મુંબઇ અમદાવાદ હાઇવે સુરક્ષાના ભાગ રૂપે બંધ કરવામાં આવ્યા હતો. જોકે, આગ ઉપર કાબુ મેળવ્યા બાદ ફાયર બ્રિગેડના જવાનો જતા રહ્યા બાદ હાઇવે ઉપરથી પસાર થતા વાહન ચાલકોએ કન્ટેનરમાંથી બિયર સમજી બિયર કંપનીના શેમ્પુની લૂંટ ચલાવી હતી. ઘટનાની જાણ પારડી પોલીસની ટીમને થતા પારડી પોલીસની ટીમે તત્કાલિક ઘટના સ્થળે પહોંચી લૂંટ ચલાવતા લોકોને દૂર કર્યા હતા.

મુંબઇથી એક કન્ટેનરમાં ડિયો, રૂમ ફ્રેશનર, હેન્ડ વોશ અને બિયર શેમ્પુ ભરી હરિયાણા તરફ જઈ રહ્યું હતું. પારડી હાઇવે ઉપર મોતીવાડા પાસે કન્ટેનરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. હાઇવે ઉપર ચાલતા અન્ય વાહન ચાલકોએ કન્ટેનર ચાલકને પાછળ આગ લાગી હોવાની જાણ કરતા કન્ટેનર ચાલકે હાઇવે ઉપર કન્ટેનરને સિરક્ષિત રીતે અટકાવ્યું હતું. જોતજોતાંમાં કન્ટેનર આગનાં હવાલે થઈ ગયું હતું. ઘટનાની જાણ સ્થાનિક લોકો અને વાહન ચાલકોને થતા તાત્કાલિક પારડી ફાયર ફાઇટર અને પારડી પોલીસને ઘટનાની જાણ કરી હતી. પારડી ફાયર ફાઈટરની ટીમને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. કન્ટેનરમાંથી બ્લાસ્ટ થતા વલસાડ, વાપી નગર પાલિકા અને નોટિફાઇડ ફાયરની ટીમની મદદ લેવામાં આવી હતી. 2 કલાકની ભારે જહેમત બાદ કન્ટેનરમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ઘટનામાં મુંબઈ અમદાવાદ હાઇવે તકેદારીના ભાગ રૂપે બંધ કરવામાં આવ્યો હતો. દિવાળી આવતી હોવાથી કન્ટેનરમાં ફટાકડા હોવાની પ્રાથમિક આશંકા દર્શાવી હતી. 2 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ત્યાર બાદ કન્ટેનરમાં ચેક કરતા બોડી સ્પ્રે, રૂમ ફ્રેશનર, હેન્ડ વોશ અને બિયર કંપનીના શેમ્પુ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે કન્ટેનર ચાલકને નજીકથી શોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કન્ટેનરમાં લાખો રૂપિયાનો ભરેલો સમાનને ભારે નુકશાની પહોંચી હોવાનું પ્રાથમિક અનુમાન પોલીસે લગાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...