આજરોજ વલસાડ નેશનલ હાઇવે ઉપર પાર નદીના બ્રિજ પાસે જૂનો ડામર ઉખાડી નવો ડામર રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેને લઈને હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. જેમાં મુંબઈ તરફ જતા ટેમ્પો ચાલકે બ્રેક મારતા પાછળ આવતી બંને કારના ચાલકે અંતર રાખીને કારને અટકાવી હતી. જોકે, આ કારની પાછળ આવતા ટેન્કરના ચાલકે ગફલત ભરી રીતે ટેન્કર હંકારી બંને કારોને ટક્કર મારતા અકસ્માત સર્જ્યો હતો. એક બાદ એક ચાર વાહનો અથડાતા હતા. આ અકસ્માતમાં બંને કારોમાં મોટું નુકસાન થયું હતું. વાહન ચાલકોએ ટેન્કર ચાલકને પકડીને રૂરલ પોલીસના હવાલે કર્યો હતો. જોકે, સદનસબીસે તમામ વાહન ચાલકોનો ચમત્કારીક બચાવ થયો હતો.
વલસાડ હાઇવે ઉપર IRB દ્વારા ગત ચોમાસામાં જર્જરિત બનેલા રોડની નવીનીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. જે કામગીરી હાલ સુરત-વાપી ટ્રેક ઉપર પાર નદીના બ્રિન ઉપર કરવામાં આવી રહી છે. જેને લઈને નદીના બ્રિજ પાસે મુંબઈ તરફ જતો વાહનવ્યવહાર અસર ગ્રસ્ત બન્યો હતો. વલસાડ હાઇવે ઉપર પાર નદી પર ટ્રાફિક જામ થયો હતો. ત્યારે મુંબઈ તરફ જતા ટેમ્પો ન. DD-01-A-9283 આગળ ચાલી રહ્યો હતો. ત્યારે ટ્રાફિક જામ જાણતા તેણે ટેમ્પો સુરક્ષિત રીતે અટકાવ્યો હતો. તેની પાછળ આવતી કાર ન. JK-01-BX-1308ના ચાલકે સુરક્ષિત કાર અટકાવી હતી તેની પાછળ આવતી કાર ન. GJ-05-RK-8487ના ચાલકે પણ પોતાની કાર સુરક્ષિત રીતે અટકાવી હતી.
આ બન્ને કારની પાછળ આવતા ટેન્કર ચાલક મહમદ સઈદે ટેન્કર ન. GJ-16-AU-6145ના ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ટેમ્પોની પાછળ ઉભેલી બંને કારોને ટક્કર મારી હતી. જેથી અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર 5 લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો. ઘટનાને લઈને વધુ ટ્રાફિક જામ થયો હતો. વાહન ચાલકોએ તાત્કાલિક ટેન્કર ચાલકને ઝડપી ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસની ટીમને કરી હતી. વલસાડ રૂરલ પોલીસે તત્કાલિમ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. કન્ટેનર ચાલકને ડિટેન કરી ટ્રાફિકને નડતર રૂપ વાહનો હટાવાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.