• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • A Coach Of A Goods Train Bound For Ahmedabad Fell Off The Tracks At Dungri Railway Station, Causing A Rush Among The Officials.

ટ્રેનનો કોચ ક્ષતિગ્રસ્ત:ડુંગરી રેલવે સ્ટેશન ખાતે અમદાવાદ તરફ જતી માલગાડી ટ્રેનનો કોચ ટ્રેક ઉપરથી ખરી પડ્યો, અધિકારીઓમાં દોડધામ મચી

વલસાડ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડ નજીક ડુંગરી રેલવે સ્ટેશન ખાતેથી માલગાડી ટ્રેન અમદાવાદ તરફ જઈ રહી હતી. આ દરમિયાન ટ્રેનનો 18 નંબરનો કોચ ટ્રેક ઉપરથી ખરી પડ્યો હતો. ઘટનાની જાણ રેલવે અધિકારીઓને થતા દોડતા થયા હતા. વલસાડ રેલવે વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ડુંગરી રેલવે સ્ટેશન આવી પહોંચ્યા હતા. તેમજ ક્ષતિગ્રસ્ત થયેલો કોચ ટ્રક ઉપર લાવવાની અને રીપેરીંગ કામગીરી હાથ ધરી હતી.

કોચને રીપેરીંગ કરવાની કામગીરી હાથ ધરાઈ
વલસાડ નજીક ડુંગરી રેલવે સ્ટેશન ઉપર પસિંગ લાઈન ઉપર અમદાવાદ તરફ જતી માલ ગાડી ટ્રેન પાર્ક કરી હતી. આજે સવારે તે ટ્રેન અમદાવાદ તરફ જવાની તૈયારી કરી રહી હતી. ત્યારે ટ્રેન ચાલુ થતા 18 નંબરનો ડબ્બો ટ્રેક ઉપરથી ખરી પડ્યો હતો. જેને લઈને રેલવે કર્મચારીઓ અને અધિકારીઓ દોડતા થયા હતા. ઘટનાની જાણ વલસાડ રેલવે વિભાગના અધિકારીઓને થતા અધિકારીઓ અને કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. રેલવે અધિકારીઓ અને ટેક્નિકલ સ્ટાફ અને મિકેનિકલ સ્ટાફના કામદારો દુર્ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. તાત્કાલિક ક્ષતિગ્રસ્ત થયેલા કોચને રીપેરીંગ કરવાની કામગીરી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...