• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • A Child Who Was Abandoned 7 Years Ago From The Vapi Railway Track Found Shelter With New Parents In Rajkot, A Wave Of Happiness In The Family

અનાથને મળ્યો આધાર:વાપી રેલવે ટ્રેક પાસેથી 7 વર્ષ પહેલા ત્યાજેલા બાળકને રાજકોટના નવા માતા પિતાનો આશ્રય મળ્યો, પરિવારમાં ખુશીની લહેર

વલસાડ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હોમમાં બાળકને રાખડી બાંધતી બહેનોએ મન મક્કમ કરીને વિદાય આપી

વલસાડ જિલ્લાના વાપી રેલવે ટ્રેક પાસેથી આજથી 7 વર્ષ અગાઉ એક માતા પિતાએ ત્યજીદીધેલી હાલતમાં બાળક રેલવે પોલીસ ને મળી આવ્યું હતું. જે બાદ વાપી GRPની ટીમે આજુબાજુના વિસ્તારમાં બાળકના માતા પિતાને શોધવાના ઘણા પ્રયાસો.કરવામાં આવ્યા હતા. 5 વર્ષના ત્યજીદેવાયેલા બાળકને વલસાડ CWC સમક્ષ રજુ કરવામાં આવ્યું હતું. તેમજ બાળકને ગૃહમાં મોકલી આપવામાં આવ્યું હતું. રાજકોટના એક પરિવારે કુલદીપકને દત્તક લેવાના નિર્ણય સાથે સરકારમાં બાળક દત્તક લેવાની માંગણી કરી હતી. તેમને બાળક એલોર્ટ કરતા આજરોજ ધરાસણા બાળ ગૃહ ખાતે નવા માતા પિતાની ગૃહમાંથી વિદાય લઈને ઉજ્વળ ભવિષ્ય માટે ગૃહના બાળકો અને કર્મચારીઓએ ગુહના એક બાળકનો કબ્જો તેના નવા માતા પિતાને સોંપ્યો હતો.

સાથે જે બાળક નું આજે 7 વર્ષ બાદ ભાગ્ય બદલાયું છે. અને તેને માતા - પિતાની છત્ર છાયા મળી છે. ત્યારે આ લાગણી શીલ કિસ્સા અંગે વલસાડ સી.ડબ્લ્યુ. સી ના ચેરપર્સન સોનલબેન સોલંકી ( જૈન ) આ માહિતી આપતા જણાવ્યું કે, સને 2015 ના વર્ષ માં વલસાડ ના વાપી રેલવે સ્ટેશન ના રેલવે ટ્રેક પાસે એક 5 વર્ષ નું બાળક બિન વર્ષી હાલત માં રેલવે પોલીસ ને મળ્યું હતું. જે બાળક નો પોલીસે કબ્જો લઇ ધારાસણા ખાતે ચિલ્ડ્રન હોમ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. ત્યારબાદ આ માસુમ બાળક ના માતા પિતા ને પોલીસે શોધવાનો ઘણા પ્રયત્નો કર્યા પણ બાળક ના માતા પિતા કે તેના અન્ય કોઈ પરિવાર નો પત્તો લાગ્યો ન હતો. બીજી તરફ ચિલ્ડ્રન હોમ માં સારા ભણતર અને રહેવા તથા જમવા ની વ્યવસ્થા થી બાળક જોત જોતા માં 12 વર્ષ નું થઇ ગયું. અને આ સમય દરમિયાન આ બાળક ચિલ્ડ્રન હોમ માં રહેતા અન્ય બાળકો અને સંચાલકો તથા શિક્ષકો સાથે એટલી હદે ભળી ગયો હતો કે તેને તેના પરિવાર નહિ હોવાની કોઈ અનુભૂતિ પણ ન થઇ હતી. ત્યારે રાજકોટ નું એક દંપતી બાળક દત્તક લેવા માટે છેલ્લા 12 વર્ષથી તરફડતું હતું તેમણે સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓનલાઇન પ્રક્રિયા થી ફોર્મ ભર્યું હતું. જેમાં વાપી રેલવે ટ્રેક પરથી મળેલા આ બાળક દંપતી ને પસંદ આવી જતા આ દંપતી એ આજે આ બાળકને દત્તક લીધું હતું.

પરિવાર વગર ના આ બાળક નું ભાગ્ય બદલાઈ ગયું હતું. એક તરફ ખુશી નો પ્રસંગ સમાન આ કિસ્સા માં ચિલ્ડ્રન હોમ માં રહેતા અન્ય બાળકો અને સંચાલકો સાથે શિક્ષકો બાળક થી વિખુટા પાડવા ના આ પ્રસંગ ને નિહાળી ને હાજર તમામ લોકો ની આંખોમાં આંસુ આવી ગયા હતા. અને ખાસ આ કિસ્સા માં એક નાનકડી બાળકી જે દર વર્ષે રાખડી બાંધતી હતી તેણે મન મક્કમ કરી પોતાના ભાઈ ને વિદાય આપી હતી. વલસાડ ના ધરાસણા ખાતે આવેલા બાળ ગૃહ ખાતે ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં CWC ચેરપર્સન અને તેમની ટીમની ઉપસ્થિતિમાં બાળકનો કબ્જો નવા માતા પિતાને સોંપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...